- મોડાસા- શામળાજી હાઇવે પર કમોસમી વરસાદ
- મોડાસાના ઈસરોલ,જીતપુર,ટીંટોઈ પંથકમાં વરસાદ
- વરિયાળી, જીરૂ, મકાઇ, એરંડાના પાકને નુકસાનની ભીતિ
રાજ્યના વિવિધ ભાગોમાં રવિવારે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સાંજના સમયે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં લીલછા, મઉ, નવા ભવનાથમાં વરસાદ તો આ તરફ યાત્રાધામ શામળાજી, શામલપુર, મોહનપુર, વેનપુર સહિતના ગામોમાં વરસાદ થયો છે.
આ ઉપરાંત યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તેમજ શામળાજી આસપાસના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ પડ્યો છે. ભારે પવન સાથે કમોસમી વરસાદ થી લોકો ભીંજાયા છે. તેમજ શામળાજી મંદિર પરિસર માં ભક્તો ભીંજાયા હતા. અસહ્ય ઉકળાટ બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી છે જ્યારે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.
અરવલ્લી સહિત આસપાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદથી જીરું, વરિયાળી, પપૈયુંના પાકમાં નુકશાનની ભીતિ છે. તેમજ તૈયાર પાકમાં મકાઇ અને એરંડાના પાકને નુકસાનની સંભાવના રહેલી છે. આ સાથે જ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે.
રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ
રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે. જ્યારે એની સાથે જ વિરમગામ શહેર સહિત ગ્રામ્યમાં વાતાવરણ પલટો જોવા મળ્યો છે. ભારે પવન સાથે વાવાઝોડામાં કમોસમી છાંટા પડ્યા છે. હજુ પણ અમદાવાદના કેટલાક વિસ્તારમાં વરસાદની શક્યતા છે.


