- અમેરિકા, ભારત અને પાકિસ્તાનના સંબંધોમાંથી તણાવ દૂર કરવા પ્રયાસ કરશે
- ભારત-પાકિસ્તાન બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા ઉકેલ લાવવા પ્રોત્સાહિત કરશે
- પાકિસ્તાન, ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો પરિણામ ભોગવવા પડશે
તાજેતરમાં જ PM મોદીએ આતંકવાદ વિરુદ્ધ એક નિવેદન આપ્યું હતું. જેને લઈને અમેરિકાએ તેની પ્રતિક્રિયા આપી છે. PM મોદીએ એક નિવદેનમાં કહ્યું હતું કે, ભારત આતંકવાદીઓને તેમના ઘરમાં ઘૂસીને મારી નાખશે. PM મોદીના આ નિવેદન બાદ અમેરિકાએ કહ્યું કે, અમે બંને દેશો વચ્ચેનો તણાવ ટાળવા અને વાતચીત દ્વારા ઉકેલ લાવવાનો પ્રયાસ કરીશું.
અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે શું કહ્યું?
મળતી માહિતી મુજબ, અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અમેરિકાએ હંમેશા ભારત અને પાકિસ્તાનના સંબંધો વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમેરિકાએ હંમેશા ભારતને પાકિસ્તાન સાથેના સંબંધોમાં વાતચીત દ્વારા ઉકેલ લાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
અમેરિકાએ ભારત – પાકિસ્તાનના સંબંધોને લઈને શું કહ્યું?
વધુમાં, પત્રકારોએ આ અંગે મિલરને પૂછ્યું કે, શું બાઈડેન પ્રશાસન, PM મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના આ નિવેદનથી ચિંતિત છે? કે, ભારત આતંકવાદીઓને તેમના ઘરોમાંથી મારવામાં અચકાશે નહીં. ત્યારે આ અંગે મિલરે કહ્યું કે, અમેરિકા આમાં સાેમેલ નહીં થાય. પરંતુ, અમે ભારત અને પાકિસ્તાન બંનેને તણાવ ટાળવા અને તેને વાતચીત દ્વારા ઉકેલવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ.
ખાલિસ્તાની આતંકવાદી ગુરપવંત સિંહ પન્નુની હત્યાના કાવતરા વિશે
તે સિવાય જ્યારે મિલરને પૂછવામાં આવ્યું કે, ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનની હત્યાના કથિત કાવતરાને લઈને અમેરિકાએ ભારત પર કોઈ પ્રતિબંધો કેમ લાદ્યા નથી, તો તેમણે કહ્યું કે, અમેરિકા ક્યારેય કોઈ પ્રતિબંધની કાર્યવાહીનું પૂર્વાલોકન નથી કરતું. પરંતુ, આનો અર્થ એ નથી કે, ત્યાં કોઈ પણ પ્રતિબંધ હશે. પરંતુ જો તમે મને પ્રતિબંધ વિશે વાત કરવાનું કહો તો તે એવી વસ્તુ છે જેની અમેરિકા સીધી રીતે સમર્થન આપતું નથી કે આ મુદ્દે કોઈ ચર્ચા કરવા માંગતું નથી. મહત્ત્વનું છે કે, ગુરપતવંત સિંહ પન્નુન ભારતમાં એક મોટો આતંકવાદી છે અને તેણે ભારત વિરુદ્ધ વારંવાર ધમકીઓ આપી છે. અમેરિકા અનુસાર, નિખિલ ગુપ્તા પર પન્નુનની હત્યાનો આરોપ છે, જે હાલમાં કસ્ટડીમાં છે.
ભારતીય ત્રિરંગો યુદ્ધના ક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરંટી બન્યો
હકીકતમાં, PM મોદીએ 11 એપ્રિલે ઋષિકેશમાં લોકસભા ચૂંટણીને લઈને એક રેલી કરી હતી. જેમાં PMએ કહ્યું હતું કે, ભાજપ સરકારમાં છેલ્લા 10 વર્ષમાં આતંકવાદીઓ તેમની જ જમીન પર માર્યા ગયા છે. NDAના શાસન દરમિયાન જ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. PM એ કહ્યું હતું કે, આજે દેશમાં એક મજબૂત સરકાર છે, આ મજબૂત સરકારમાં આતંકવાદીઓ ઘરોમાં ઘૂસીને માર્યા જાય છે. ભારતીય ત્રિરંગો યુદ્ધના ક્ષેત્રમાં પણ સુરક્ષાની ગેરંટી બની ગયો છે.
પાકિસ્તાન, ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો પરિણામ ભોગવવા પડશે
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એક ઈન્ટરવ્યુમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે, જો પાકિસ્તાનના ઈરાદા સ્પષ્ટ છે. તો તેણે સીમા પારના આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવી જોઈએ. જો પાકિસ્તાન, આતંકવાદ દ્વારા ભારતને અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો તેને પરિણામ ભોગવવા પડશે. આ નિવેદનો બાદ પાકિસ્તાનમાં વાતાવરણ અલગ જ બની ગયું છે. જે અંગે હવે અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપી છે.


