By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    3 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

Editor
Last updated: 2026/06/26 at 3:24 PM
2 months ago
Share
SHARE

શાપરની 2.49 કરોડની સનસનીખેજ લૂંટનો ભેદ ઉકેલાયો, આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતો સકંજામાં

ગ્રામ્ય પોલીસની પાંચ દિવસની મેરેથોન તપાસ સફળ, આરોપીઓને રાજકોટ લાવવાની કાર્યવાહી શરૂ; અન્ય આરોપીઓ અને મુદામાલની શોધખોળ યથાવત

અગ્ર ગુજરાત, રાજકોટ

શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં પાંચ દિવસ પહેલાં બનેલી રૂ.2.49 કરોડની હાઈપ્રોફાઇલ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં રાજકોટ ગ્રામ્ય પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આંતરરાજ્ય લૂંટારુ ગેંગ સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને સકંજામાં લેવામાં આવ્યા છે અને તેમની પાસેથી વધુ માહિતી મેળવવા રાજકોટ લાવવાની તજવીજ ચાલી રહી છે. સાથે જ લૂંટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ તેમજ કરોડો રૂપિયાના મુદામાલની વસૂલાત માટે પણ અલગ-અલગ ટીમો સક્રિય બની છે. સમગ્ર કેસ અંગે પોલીસ ટૂંક સમયમાં સત્તાવાર ખુલાસો કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત શુક્રવારની મધરાત્રિ બાદ બનેલી આ ઘટનાએ સમગ્ર રાજકોટ જિલ્લામાં ચકચાર મચાવી દીધી હતી. શાપરમાં રહેતા 77 વર્ષીય રાજવી જીતેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને મધરાત્રિ બાદ હથિયારોથી સજ્જ અને ચહેરા ઢાંકીને આવેલા લૂંટારુઓ ઘરમાં ઘૂસી ગયા હતા. લૂંટારુઓએ સૌપ્રથમ વૃદ્ધને બંધક બનાવી તેમની હિલચાલ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ઘરમાં રાખેલી આશરે રૂ.2.47 કરોડની રોકડ રકમ, અંદાજે રૂ.2 લાખના દાગીના, લાઇસન્સવાળી રાયફલ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.2.49 કરોડનો મુદ્દામાલ લૂંટી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લેતા રાજકોટ ગ્રામ્ય પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ તરત જ હરકતમાં આવ્યા હતા. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસની દિશા નક્કી કરી હતી. શરૂઆતથી જ આ કેસને પડકારરૂપ માની વિવિધ વિશેષ ટીમોને તપાસમાં જોડવામાં આવી હતી.
તપાસ દરમિયાન ડોગ સ્ક્વોડ, એફએસએલ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. બીજી તરફ રૂરલ એલસીબી, એસઓજી, સ્થાનિક પોલીસ ઉપરાંત રેન્જ આઈજીની વિશેષ ટીમ અને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. લૂંટારુઓએ કયા માર્ગનો ઉપયોગ કર્યો, ઘટનાના સમયગાળા દરમિયાન કયા મોબાઇલ નંબર સક્રિય હતા અને ઇન્ટરનેટ કોલિંગ સહિતના ડિજિટલ કમ્યુનિકેશનની પણ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી.
પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઇલ લોકેશન, શંકાસ્પદ હિલચાલ અને અન્ય ગુપ્ત માહિતીના આધારે તપાસને આગળ વધારી હતી. સતત પાંચ દિવસ સુધી વિવિધ રાજ્યોમાં તપાસનો વ્યાપ વધાર્યા બાદ પોલીસને મહત્વપૂર્ણ કડીઓ મળી હતી. જેના આધારે આંતરરાજ્ય ગેંગના ત્રણ સાગરીતોને ઝડપી લેવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
હાલ ઝડપાયેલા શખ્સોની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન લૂંટની સમગ્ર યોજના, તેમાં સામેલ અન્ય આરોપીઓની ભૂમિકા અને લૂંટાયેલા મુદ્દામાલ અંગે મહત્વપૂર્ણ વિગતો મળી શકશે. આ સાથે જ અન્ય ફરાર આરોપીઓ સુધી પહોંચવા માટે પણ અલગ-અલગ ટીમોને જવાબદારી સોંપવામાં આવી છે.
પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર કરોડો રૂપિયાની રોકડ અને અન્ય લૂંટાયેલા સામાનની રિકવરી કરવાનો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓના નિવેદનના આધારે વિવિધ સ્થળોએ દરોડાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. જો તપાસમાં વધુ સફળતા મળે તો ટૂંક સમયમાં જ મોટા પ્રમાણમાં મુદ્દામાલ પણ કબજે થઈ શકે તેવી સંભાવના છે.
ગ્રામ્ય પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, તપાસ હજુ ચાલુ હોવાથી અધિકારીઓ સત્તાવાર રીતે વધુ વિગતો જાહેર કરવાનું ટાળી રહ્યા છે. પોલીસ ટૂંક સમયમાં પત્રકાર પરિષદ યોજી સમગ્ર લૂંટકાંડનો ભેદ, આરોપીઓની ઓળખ, તેમની મોડસ ઓપરેન્ડી તેમજ મુદ્દામાલની રિકવરી અંગે વિગતવાર માહિતી જાહેર કરે તેવી શક્યતા છે. શાપરની આ કરોડોની લૂંટનો ભેદ ઉકેલાતા પોલીસ તંત્રને મોટી સફળતા મળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે સૌની નજર પોલીસના સત્તાવાર ખુલાસા અને બાકીના આરોપીઓની ધરપકડ તેમજ લૂંટાયેલા મુદ્દામાલની સંપૂર્ણ વસૂલાત પર કેન્દ્રિત થઈ છે.

You Might Also Like

સિંહોની સુરક્ષા માટે આંબરડી સફારી પાર્કમાં ૧૦૦ હેકટરમાં બનશે ખેક ખાસ સમિતિ ક્ષેત્ર

સાળંગપુર દર્શન કરી પરત ફરતા વેરાવળના નાયબ મામલતદારનું અકસ્માતમાં કરૂણ મોત

સોનું-ચાંદીમાં તેજી, ક્રૂડમાં ઉછાળો; રૂપિયો દબાણમાં, સેન્સેક્સ-નિફ્ટી સાવધ!

રાજકોટમાં ‘નશા મુક્ત યુવા – વિકસિત ભારત’ જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ યોજાઈ

રાજકોઠ ડિવીઝનનના જામનગર યાર્ડમાં વિન્ડમિલ લાઇનના ટ્રેક લેઆઉટમાં સુધારો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્નની જીદથી કંટાળેલા 25 વર્ષીય પ્રેમીએ 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન નીચે ધકેલી મોતને ઘાટ ઉતારી
રાજકોટ

લગ્નની જીદથી કંટાળેલા 25 વર્ષીય પ્રેમીએ 45 વર્ષની પ્રેમિકાને ટ્રેન નીચે ધકેલી મોતને ઘાટ ઉતારી

Editor By Editor 4 days ago
સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી
સૌરાષ્ટ્ર-કચ્છના 355 ગામોમાં ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જળસંચયના ભગીરથ કાર્યોનો ધમધમાટ
રાજુલા સ્ટેશન નજીક ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી, પીપાવાવ પોર્ટ જતો ટ્રેક બંધ
ગણેશોત્સવમાં પી.ઓ.પી. તથા ૯ ફૂટથી ઊંચી પ્રતિમા બનાવવા પર પ્રતિબંધ 
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?