રાજુલા શહેરના સેવાભાવી યુવા રવિરાજભાઇ મનુભાઇ ધાખડાની શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે વરણી કરવામા આવી છે. રવિરાજભાઇ ધાખડા જેઓ NSUI સંગઠનમાં પ્રમુખ તરીકે ચાર વર્ષ સુધી શ્રેષ્ઠ રીતે કામગીરી કરવામા આવી હતી. ત્યારે આજે તેઓની રાજુલા શહેરના કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે નિમણૂંક કરવામા આવી છે. તેમજ ઉપપ્રમુખ તરીકે ભરતભાઇ બાલાભાઇ વાણીયાની નિમણૂક કરાઇ હતી. આ વરણીને અમરેલી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપભાઇ દુધાત, વિરોધ પક્ષના નેતા જે.ડી.કાછડ, ટીકુભાઇ વરૂ, તાલુકા પ્રમુખ ગાંગાભાઇ હડિયા, યુવા આગેવાન હિતેષભાઇ સોલંકી સહિત કોગ્રેસના આગેવાનો-કાર્યકર્તાઓએ વરણીને આવકારી હતી.


