સમયસર મજૂરો નહીં મળતા દુકાનદારોને ગોડાઉન થી માલ નહીં પહોંચતા “અગ્ર ગુજરાત” દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો, ચાણસ્મા તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનોમાં ચાણસ્મા ખાતે આવેલ ગોડાઉનમાં સમયસર મજૂરો નહીં મળતા હોવાના કારણે સસ્તા અનાજની દુકાનોમાં માલ નહીં પહોંચતા દુકાનદારો દ્વારા આ બાબતે મીડિયામાં તેમજ સ્થાનિક પુરવઠા મામલતદાર ને જાણ કરાતા આ બાબતે અગ્ર ગુજરાત સમાચારમાં અહેવાલ પ્રસારિત કરાતા જેના ભાગરૂપે સસ્તા અનાજના માલ ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સમયસર મળવાનું શરૂ થતા દુકાનના સંચાલકો દ્વારા અગ્ર ગુજરાતનો આભાર માન્યો હતો
ગત રોજ અગ્ર ગુજરાત સમાચાર માં પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ સસ્તા અનાજના ગોડાઉનમાંથી મજુરો નહીં હોવાથી રાશન માટેનો માલ સસ્તા અનાજની દુકાન સુધી નહીં પહોંચતા દુકાનદારો દ્વારા ચાણસ્મા પુરવઠા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું ત્યારે જે બાબતે અગ્ર ગુજરાત દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારે તેના પ્રત્યાઘાત છેક ગાંધીનગર સુધી પડતા ગાંધીનગરથી ગોડાઉન વિભાગ પર કડક સુચના આવતા ગોડાઉન વિભાગ તાત્કાલિક અસરથી મજૂરો મેળવી સસ્તા અનાજનો માલ દૂકાનો સુધી પહોચતો કરાતા દુકાનદારો દ્વારા અગ્ર ગુજરાતનો આભાર માન્યો હતો


