- ધો.12 વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થી રી-એક્ઝામ આપી શકશે
- આખી પરીક્ષાના પરિણામમાં બેસ્ટ ઓફ 2 ધ્યાને લેવાશે
- ધોરણ 10માં આ વખતે 3 વિષયની પૂરક પરીક્ષા આપી શકાશે
ધો.12 સામાન્ય પ્રવાહમાં આ વખતે 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકશે ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઇ ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે.
મળતી માહિતી મુજબ, ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે. આ સાથે વિજ્ઞાન પ્રવાહની આખી પરીક્ષાના પરિણામમાં બેસ્ટ ઓફ 2 ધ્યાને લેવાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં એક જ વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે બે વિષયની પરીક્ષા આપી શકશે. ધોરણ 10માં પહેલા 2 વિષયની પૂરક પરીક્ષા આપી શકાતી હતી તે આ વખતે ત્રણ વિષયની પરીક્ષા આપી શકાશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને ધોરણ 10 અને 12ની પરીક્ષાઓને લઇ મહત્વનો નિર્ણય લીધો હતો. આ વખતે દેશ-વિદેશના 26 દેશોમાંથી 39 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. તમામ વિદ્યાર્થીઓએ સવારે 10 વાગ્યે અથવા તે પહેલાં તેમના પરીક્ષા કેન્દ્ર પર પહોંચી જવું સૂચનાઓ આપવામાં આવી હતી. જોકે ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઇ ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે. ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા સમય કરતા વહેલી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની જેટલા વિષયની રી એક્ઝામ આપવી હોય તે વિદ્યાર્થી આપી શકશે.


