રોટરી કલબ દ્વારા આવતીકાલે મેટોડામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ
અગ્ર ગુજરાત, રાજકોટ
રોટરી કલબ ઓફ રાજકોટ, ખોડલધામ ટ્રસ્ટ તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે માનવ સેવાના ઉમદા હેતુથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય હેતુ રાજકોટ તથા આસપાસના વિસ્તારોમાં જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં રકત ઉપલબ્ધ કરાવવામાં સહભાગી બનવાનો છે. રકતદાન એ મહાદાન છે. જેનાથી એક દાતાનું રકત અનેક દર્દીઓના જીવનમાં આશાનું કિરણ બની શકે છે. આ કેમ્પ તા.૧૧ જુલાઇ, ૨૦૨૬ના રોજ સવારે ૮ થી બપોરે ૨ વાગ્યા સુધી ડેકોરા હોલ, મેટોડા જીઆઇડીસી, રાજકોટ ખાતે યોજાશે.
આ કેમ્પનું આયોજન ખોડલધામ ટ્રસ્ટ તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી કરવામાં આવ્યું છે. સમાજમાં રકતની અછત દૂર કરવા તથા જરૂરીયાતમંદ દર્દીઓને જીવનદાયી સહાય પહોંચાડવાના આ પ્રયાસમાં વધુમાં વધુ લોકો જોડાય તેવી આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.
રોટરી કલબ ઓફ રાજકોટના પ્રમુખ રોટ. જયંત અગ્રવાલ, સેક્રેટરી રોટ. મિલેશ મહેતા, પ્રોજેકટ ચેરમેન રોટ.જતિન ધોળકીયા તથા શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણી સહિતની સમગ્ર આયોજન ટીમ દ્વારા તમામ રકતદાતાઓને આ મહાયજ્ઞમાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરવામાં આવી છે.


