- બાળકનો જીવ બચાવવા માટે મોકલ્યું સેનાનું પ્લેન
- બાળકની સારવારનો તમામ ખર્ચ પીએમ મેલોનીએ ઉઠાવ્યો
- બાળકને સારવાર માટે રોમ એયરલિફ્ટ કરવાની સુવિધા આપી
પીએમ નરેન્દ્ર મોદી સાથે ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીનો એક ખાસ ફોટો તમામ લોકોને યાદ હશે. તો આજે એ જ પીએમ મેલોનીનો માનવતાવાદી ચહેરો સામે આવ્યો છે અને તેના કારણે લોકો તેમના વખાણ કરી રહ્યા છે. એટલું નહીં આ કારણે લોકો તેમને દિલદાર કહી રહ્યા છે. પીએમ મેલોનીએ 30 દિવસના એક બાળકનો જીવ બચાવ્યો છે. તેઓએ તેના માટે સેનાના પ્લેનને બ્રિટન મોકલ્યું અને સાથે તે બાળકને રોમ એયરલિફ્ટ કરાવીને તેની સારવાર કરાવી. આ સિવાય તેની સારવારનો ખર્ચ પણ ભોગવ્યો. એટલું નહીં એરલિફ્ટ કરતી સમયે બાળકના જીવને બચાવવામાં મુશ્કેલી ન આવે તે માટેની વ્યવસ્થા પણ કરી.
બાળકની સારવાર બ્રિટનમાં થઈ શકતી ન હતી
આ બાળક જે બીમારીથી પીડિત હતું તેની સારવાર બ્રિટનમાં થઈ શકતી ન હતી. બાળકના બ્રિસ્ટલ રોયલ હોસ્પિટલ ફોર ચિલ્ડ્રનમાં સારવાર ચાલી રહી હતી. તેના માતા પિતાનું નામ ડીન ગ્રેગરી અને ક્લેયર સ્ટેનિફોર્થ છે. બ્રિટનમાં તેની સારવાર કરી શકે તેવા નિષ્ણાંતો ન હતા. બાળકના પેરન્ટ્સને જ્યારે ખબર પડી કે બાળકની સારવાર રોમમાં થઈ શકે છે તો તેઓએ ઈટલીના પીએમની મદદ માંગી અને તેમની ગંભીરતા સમજીને પીએમ મેલોનીએ તેમની મદદનો વાયદો કર્યો. સાથે જરૂરી તમામ વ્યવસ્થા કરવા માટે દેશની સેનાને આદેશ આપ્યા. મંગળવારે સવારે બાળક અને તેનો પરિવાર રોમમાં હતો. અને તેને ત્યાંની હોસ્પિટલમાં દાખલ કરાવી દેવામાં આવ્યો.
બાળકના માતા-પિતાએ વ્યક્ત કર્યો આભાર
બાળકના પિતાએ કહ્યું કે બ્રિટેનના બ્રિસ્ટલ રોયલ હોસ્પિટલથી રોમના બમ્બિનો ગેસુ બાળકોની હોસ્પિટલ સુધી તેમના બાળકને એરએમ્બ્યુલન્સમાં લાવવામાં આવ્યો. અહીં ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોની અને તેમની સરકારની મદદથી તેમના બાળકનો જીવ બચવાનું શક્ય બન્યું. બાળકની સર્જરી કરવામાં આવી અને તેની સ્થિતિ હવે ખતરાથી બહાર છે. હું અને મારી પત્ની ખુશ છીએ અને રાહતનો શ્વાસ લઈ રહ્યા છીએ. જો કે તેઓએ બ્રિટનની હોસ્પિટલ સાથે કાયદાકીય લડાઈ લડવાની તૈયારી કરી છે અને હોસ્પિટલના સૂચન પર ઈટલીની સરકારને મદદની અપીલ પણ કરી છે. આ પછી બાળકને રજા અપાઈ અને 10 મિનિટ દૂર સુધી એરપોર્ટ સુધી પહોંચાડવામાં આવ્યું. અહીંથી તેને રોમ સુધી સેનાના પ્લેનમાં લઈ જવામાં આવ્યું હતું.


