ઉપવાસને ગ્રહણ લગાડતી ચાર પેઢીઓ સીલ : ૫૦ કિલો વાસી ખોરાકનો નાશ
જય રામાનાથ, ઓમ સાંઇ, એન્જલ ચાઇનીઝ અને હરેકૃષ્ણ રેસ્ટોરન્ટમાં ભેળસેળ વાળો ખોરાક ઝડપાયો : ૪૭ એકમોમાં દરોડા : પાંચને લાયસન્સ બાબતે નોટીસ ફટકારી : ૪ નમૂના લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
શ્રાવણ માસ નિમિતે ફરાળી ખાદ્યચીજોનું વ્યાપક પ્રમાણમાં વેચાણ થતું હોય રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં ફરાળી પેટીસ તેમજ અન્ય ફરાળી ખાદ્યચીજોનું વેચાણ કરતાં એકમોનું તેમજ તેમાં વપરાશમાં લેવાતી સ્ટાર્ચ-ફરાળી તેમજ ફરાળી રો-મટિરિયલ વપરાશ થાય તે સુનિશ્ચિત કરવા બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવેલ તેમજ ભેળસેળ અને ગંદકી કરતાં એકમો સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન કુલ મળી 47 પેઢીની તપાસ કરવામાં આવેલ તેમજ કાર્યવાહી દરમિયાન કુલ મળી અંદાજિત 50 Kg અખાદ્ય- વાસી જથ્થાનો નાશ કરવામાં આવેલ. તપાસ દરમિયાન કુલ 05 પેઢીને સ્ટોરેજ, લાઇસન્સ, હાઈજેનિક કન્ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ મળી રૂ.17,000/- નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલ. તેમજ FSS-એક્ટ હેઠળ 04 ફરાળી પેટીસ/ફરાળી લોટ ના નમૂના લેવામાં આવેલ. 4 પેઢીને સીલ કરવામાં આવી છે.
જય રામનાથ ચાઇનીઝ & પંજાબી -માનવઆશ્રમ સામે, નાયરા પેટ્રોલપંપ પાસે, કોઠારીયા રોડ, રાજકોટ. મુકામે પેઢીમાં વાસી તથા અખાદ્ય મંચૂરિયન, અન્ય પ્રિપેર્ડ ફૂડ નો કુલ મળી 13 kg સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.3000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવેલ. હરેકૃષ્ણ રેસ્ટોરન્ટ એન્ડ ફૂડ પાર્સલ -શિરોમણી કોમ્પલેક્ષ, કવિ નાનાલાલ માર્ગ, રાજકોટ. મુકામે પેઢીમાં અમાન્ય ફૂડ કલર મળી આવેલ. વાસી ખાદ્ય ચીજ નો કુલ મળી 8 kg સ્થળ પર નાશ કરવામાં આવેલ. પેઢીને યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.3000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે. ૐ સાંઈ ચાઇનીઝ પાઉંભાજી રેસ્ટોરન્ટ -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. ફ્રીજમાં સંગ્રહેલ વાસી ગ્રેવી, પાઉંભાજી તેમજ બાફેલા સલાડ નો કુલ મળી 11 kg જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.5000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ. એન્જલ ચાઇનીઝ પંજાબી -ભગતસિંહજી ગાર્ડન સામે, યુનિવર્સિટી રોડ, રાજકોટ મુકામે પેઢીમાં પ્રતિબંધિત ફૂડ કલર મળી આવેલ. વાસી પ્રિપેર્ડ ફૂડ તેમજ સડેલા શાકભાજી નો કુલ મળી 18 kg સ્થળ પર નાશ કરવામાં આવેલ. તેમજ પેઢી ને હાઈજેનિક કન્ડિશન તથા યોગ્ય સ્ટોરેજ બાબતે નોટિસ આપેલ તથા રૂ.5000/- વહીવટી ચાર્જ વસૂલ કરેલ.
આ ઉપરાંત સમૃદ્ધ ડેરી ફાર્મ, કૈલાશ ફરસાણ, મહેશ વિજય ડેરી ફાર્મ, શ્રી હરી ફરાળમાંથી ફરાળી પેટીસ (લુઝ)નો નમૂનો લેવામાં આવેલ તેમજ પટેલ ડેરી ફાર્મમાંથી લક્ષ્મીનગર કોર્નર, નાના મવા રોડ, રાજકોટ. પેઢીને લાઇસન્સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ. 1000/- વહીવટી ચાર્જ વસૂલ કરવામ) આવેલ છે.
બાલાજી ઘુઘરા, પતિરા બ્રધર્સ, અતુલ બેકરી (મલ્ટી ગ્રેન ફૂડ પ્રા. લી), પાયલ ડેરી ફાર્મ: એસ્ટ્રોન ચોક, પાયલ પંજાબી ફૂડ, શક્તિ ચેવડો વેફર, ભવાની ગાંઠિયા, બજરંગ ફરસાણ, સિયારામ સ્વીટ, રામ કૃપા ડેરી ફાર્મ, અંબિકા ફરસાણ, ખાના ખજાના, શ્રી જલારામ પ્રોવિઝન સ્ટોર, બિકાનેર સ્વીટ માર્ટ, સૂર્યા ઢોસા, સ્વાદની મહેક, સીતારામ રેસ્ટોરન્ટ, રામદેવ રાજસ્થાની સ્પેશિયલ રેસ્ટોરન્ટ, ફેમિલી ઢોસા પોઇન્ટ, ખોડીયાર રેસ્ટોરન્ટ, બાલાજી રેસ્ટોરન્ટ, ભરાડ કેન્ટીન, ખોડીયાર ફૂડ ઝોન, જલારામ અલ્પાહાર, ટ્વિલાઇટ સોડા, હરિકૃષ્ણ દાળપકવાન, રાકેશ સેલ્સ એજન્સી, જય બાલાજી પાઉંભાજી, શ્રી ગુરુકૃપા જમણવાર, જયઅંબે ગાંઠીયા, શ્રી ગણેશ ખમણ & ખીરું, મહાદેવ દેશી વઘાર, નાસ્તા ઘર, સોમનાથ પાઉંભાજી, અક્ષર દાળ પકવાન, ભાગ્યોદય ગાંઠિયા રથ, ભારત ડાઈનિંગ હૉલ, શ્રી રામવિજય ડેરીફાર્મમાં તપાસ કરાઇ હતી.


