- સુરતમાં રણબીર કપૂરના કાર્યક્રમમાં દોડધામ
- રણબીર કપૂરના કાર્યક્રમમાં મચી ભાગદોડ
- રણબીર કપૂરને જોવા માટે લોકોનો ધસારો
સુરતમાં ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન પ્રસંગે રણબીર કપૂરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રણવીરને જોવા માટે ભાગદોડ મચી હતી જેના કારણે મહિલા અને બાળકો જમીન પર પટકાયા હતા. ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં આવેલા ખાનગી જ્વેલર્સની દુકાનના ઉદ્ઘાટન માટે અભિનેતા રણબીર કપૂરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. રણવીર કપૂર સુરતના મહેમાન બન્યા છેના ખબર મળતા લોકોની ભીડ જામી હતી. રણબીર કપૂરને જોવા માટે લોકોએ ધક્કા-મૂક્કી કરતા અફરાતફરી મચી હતી. ભાગદોડની ઘટનામાં મહિલાઓ-બાળકો જમીન પર પટકાયા હતા. આ ઘટનામાં અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. રણબીર પરફોર્મન્સ કર્યા વગર એરપોર્ટ રવાના થયો છે.


