- મિસ યુનિવર્સ સ્પર્ધામાં 60 વર્ષની આર્જેન્ટિનાની એલેંદજાંદ્રાને તાજ પહેરાવવામાં આવ્યો
- 60 વર્ષ થયા હોવા છતાં મહિલાએ પોતાની સુંદરતાને મેન્ટેન રાખી
- હજી આ મહિલા મેક્સિકોમાં યોજાનારી પ્રતિયોગિતની તૈયારીમાં લાગી ગઈ
ઉંમર વધવાની સાથે આપણી સુંદરતા પણ ઘટવા લાગે છે. પરંતુ આર્જેટિનાની એલેંદજાંદ્રા મારિસા રોડ્રિગ્ઝ માટે આ વાત કોઈ મહત્ત્વ નથી રાખતી. એલેંદજાંદ્રાની ઉંમર તો 60 વર્ષની છે પરંતુ તેમને પોતાને એવી રીતે મેન્ટેન કર્યું કે તેઓ 18 વર્ષની યુવતીને પણ ફેલ કરી દે. એનું કારણ છે જે ઉંમરમાં લોકો પોતાના પૌત્ર અને પૌત્રીઓની સાથે રમે એ ઉંમરમાં એલેંજાંદ્રાને મિસ યુનિવર્સિટી બ્યૂનસ આર્યસ (Miss Universe Buenos Aires 2024) નો તાજ પહેરાવવામાં આવ્યો છે. તેમને રૂઢિવાદી મિથકને તોડતા એક નવું ઉહારણ પૂરું પાડયું છે.
ખરેખર, મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશને ગયા વર્ષે સ્પર્ધકો માટે વય મર્યાદા હટાવી દીધી હતી. આ નિર્ણયના બરાબર એક વર્ષ પછી એલેજાન્દ્રાની જીત આવી છે. હવે 18 વર્ષથી ઉપરની કોઈપણ મહિલા સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઈ શકશે. અગાઉ, 18 થી 28 વર્ષની વયની મહિલાઓ જ સ્પર્ધામાં ભાગ લઈ શકતી હતી. 24 એપ્રિલે તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
એલેજાન્દ્રા વ્યવસાયે વકીલ અને પત્રકાર પણ છે.
આર્જેન્ટિનાના બ્યૂનોસ આયર્સ પ્રાંતની રાજધાની લા પ્લાટાના રહેવાસી રોડ્રિગ્ઝ માત્ર પોતાની સુંદરતા માટે જ પ્રખ્યાત નથી. તેઓ એક અનુભવી વકીલ અને પત્રકાર છે. તેણે કહ્યું કે આ સૌંદર્ય સ્પર્ધા જીત્યા બાદ હું ખૂબ જ ઉત્સાહિત છું. કારણ કે અમે એક નવા સ્તરની શરૂઆત કરી રહ્યા છીએ. જેમાં મહિલાઓ માત્ર શારિરીક રીતે જ સુંદર નહીં હોય પરંતુ પોતાની કિંમતને એક અલગ લેવલ પર લઈ જઈ શકશે. એલેજાંદ્રા આ પ્રકારના પ્રતિષ્ઠિત સૌંદર્ય પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા બની ગઈ છે. તેની સુંદરતા, શાલીનતા અને મુસ્કાને જજસ અને દર્શકો બંનેને એકસરખા મોહિત કરી લીધા હતા.
હવે નવા પડાવની તૈયારીમાં
એલેજાંદ્રા મે-2024માં યોજાનારી મિસ યુનિવર્સ આર્જેન્ટિનાની આગામી હરિફાઈ માટે બ્યૂનસ આર્યસનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરી રહી છે. જો તે વિજેતા થઈ જશે તે રોડ્ગેઝ મિસ યુનિવર્સ વર્લ્ડના વૈશ્વિક મંટ પર આર્જેન્ટિનાનો ઝંડ લહેરાવશે. પ્રતિયોગિત આગામી 28 સપ્ટેમ્બર 2024ના રોજ મેક્સિકોમાં યોજાવાની છે.


