ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ
રસ્તામાં નડતરરૂપ ૧૨૦ રેકડી, કેબીન, ૪૪૫ ચીજવસ્તુ, 3૧૨૦ કિલો શાકભાજી ફળ, ૨૦૧૧ બોર્ડ બેનર જપ્ત કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો પર અસ્થાઈ દબાણ રેકડી-કેબીન અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો તેમજ બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
ધરાર માર્કેટ, સંતકબિર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ, મવડી મેઈનરોડ, સાધુવાસવાણી રોડ, ૧૫૦ રિંગ રોડ, રૈયા ધાર રોડ, રામાપીર ચોકડી, કાલાવડ રોડ, જ્યુબેલી, જંક્શન રોડ, ઢેબર રોડ, પરાબજાર પાસેથી રસ્તા પર નડતર રૂપ ૧૨૦ રેકડી/કેબીન ગુંદાવાડી, પરાબજાર, ગાયત્રીનગર મેઈન રોડ, યાજ્ઞિક રોડ, રેસકોર્ષ ગ્રાઉન્ડ પાસેથી જુદી-જુદી અન્ય ૪૪૫ પરચુરણ ચીજ વસ્તુઓ ૩૧૨૦ કિલો શાકભાજી/ફળ જપ્ત કરવામાં આવેલ.
કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, પુષ્કરધામ મેઈન રોડ, યુનિ.રોડ,નાણાવટી ચોક, રૈયા રોડ, મવડી રોડ, સ્વામીનારાયાણ ચોક, ઢેબર રોડ, સોરઠીયાવાડી પાસે થી રૂ.૧,૬૭,૮૫૦/- મંડપ કમાન છાજલી ભાડુ વસુલ કરવામાં આવેલ છે. ૮૦ફુટ રોડ, પારેવડી ચોક, સંતકબીર રોડ, ધરાર માર્કેટ, કોઠારીયા રોડ, મોરબી રોડ, ભાવનગર રોડ, કુવાડવા રોડ, ૮૦ફુટ રોડ, અર્ટિકા ફાટક, જામનગર રોડ, ટાગોર રોડ, આનંદબંગલા ચોક, મવડી મેઈન રોડ, આહિર ચોક પરથી રૂ.૨,૧૪,૮૪૫/- વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
સેટેલાઈટ ચોક, કોઠારીયા રોડ, મોરબી રોડ, પેડક રોડ,ભાવનગર રોડ, ચુનારાવાડ મેઈન રોડ,ઢેબર રોડ, રેસકોર્ષ રિંગ રોડ, જામનગર રોડ, બંજરવાડી સર્કલ પાસે, મહીલા અંડરબ્રિજ, કાલાવડ રોડ, મવડી મેઈન રોડ, ગોંડલ ચોકડી, પુનીત નગરનાં ટાંકા પાસેથી મવડી ચોકડી સુધી, પરથી ૨૦૧૧ બોર્ડ-બેનર જપ્ત કરેલા છે.


