- વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે
- ગેંરટી આપવી હોય તો હિંમત જોઈએ: વડાપ્રધાન મોદી
- કાશ્મીરમાં મોદી સરકારે બંધારણ-અનામત લાગુ કર્યા
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને બનાસકાંઠામાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. થોડીવારમાં પીએમ મોદી સાબરકાંઠાના હિંમતનગરમાં પણ જાહેર સભાને સંબોધન કરશે. તો આજે બનાસકાંઠાના ડીસા ખાતે આયોજિત જાહેર સભામાં PM મોદીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સહિત સમગ્ર વિપક્ષને આડેહાથ લઈને ભાજપ માટે પ્રચંડ પ્રચાર કર્યો હતો.
આજે પણ કોંગ્રેસ પોતાની હરકતોમાંથી બહાર નથી આવતી. તેઓ ચૂંટણી હારી જાય તો બહાનું કાઢે છે. EVM ઉપર પ્રશ્ન કરે છે અને જીતી જાય તો ચૂપ થઈ જાય છે. કોંગ્રેસ ફેક વિડિયો ચલાવે છે એમની વાત કોઈ સાંભળતું નથી એટલે મોદીનો ચહેરો રાખીને જૂઠા વીડિયો વાઇરલ કરે છે. કોંગ્રેસ અને કોંગ્રેસનું ગઠબંધન ફેક છે. પહેલાં અને બીજા ચરણમાં જે મતદાન થયું એનાથી કોંગ્રેસના હોશ ઉડી ગયા છે.
દાળભાત ખાવાવાળાની હવે તમને બતાવશે તાકાત: PM
કોંગ્રેસ જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં હોવાનું કહીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હવે ફેક વીડિયો બનાવે છે. દેશ એમને સાંભળવા નથી માગતી. જોવા પણ નથી માગતી, કોંગ્રેસ અને ઈન્ડિ ગઠબંધન ફેક ફેકટરી બની ચૂકી છે. માત્રને માત્ર જુઠ્ઠાણો ફેલાવી રહી છે. PM મોદીએ ગુજરાતની ભૂમિ પરથી હુંકાર કરતા કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતાને કહ્યું હતું કે, વિપક્ષ આવી જાવ આમને સામને દાળભાત ખાવાવાળાની તમને તાકાત બતાવી દેશે.
કાશ્મીરમાં મોદી સરકારે બંધારણ-અનામત લાગુ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિંમતનગરમાં જાહેરસભા સંબોધતા કહ્યું કે, દેશમાં અસ્થિરતા ફેલાવવા માટે ઈન્ડિ ગઠબંધન ઈચ્છે છે. સીએએ કાયદા વખતે નકારાત્મકતા પ્રસરાવી હતી. વિભાજન સમયે હિન્દુઓને નાગરિકતા આપે તો પણ કોંગ્રેસને નથી ગમતુ. આજે દેશને ઈવીએમનો વાંક કાઢી રહ્યાં છે. હવે તેઓ બંધારણ ખતરામાં હોવાની વાતો કરે છે. અનામત હટાવી દેવાશેનો ભ્રમ ફેલાવે છે. કાશ્મીરમાં અનામત અને બંધારણ લાગુ નહોતુ કરી શક્યા
આજનું ભારત ડોઝીયર નહી ડોઝ આપે છે: PM
પડોશી દેશ આતંકવાદ એક્સપોર્ટ કરે છે. તેમનો ધંધો જ એ છે. કાશ્મીરમાં આપણા જવાનો શહિદ થતા હતા. એ વખતની સરકાર ડોઝીયર મોકલતી હતી. કોંગ્રેસ પાકિસ્તાનને કહેતી હતી કે અમારા પર બોંબ કેમ ફોડો છો. પરંતુ આજનું ભારત આતંકના આકાઓને ડોઝીયર નહી ડોઝ આપે છે ઘરમાં ઘૂસીને મારે છે


