- મારામારીના ગુનામાં સંડોવાયેલ ગોખરવાળાનો યુવાન પાસા હેઠળ જેલ હવાલે
- સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં પાસા હેઠળ જેલ હવાલે કરાયેલા આરોપીઓ
- જિલ્લા પોલીસે છેલ્લા 15 દિવસમાં જ આવા 11 આરોપીઓ સામે પાસાની દરખાસ્ત તૈયાર કરી
સુરેન્દ્રનગર જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થીતી જળવાય તે માટે જિલ્લા પોલીસે કલેકટર સમક્ષ 11 રીઢા આરોપીઓની પાસાની દરખાસ્ત કરી હતી. ત્યારે કલેકટરે આ દરખાસ્ત મંજુર કરી વોરંટ ઈસ્યુ કરતા એલસીબી ટીમ દ્વારા તમામ આરોપીઓને વોરંટની બજવણી કરી વીવીધ જેલ હવાલે કર્યા છે. જેમાં તા. 1લી મેએ જ ચૂડાના ગોખરવાળાના યુવાનને પાસા હેઠળ સાબરમતી જેલ હવાલે કરાયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉના સમયમાં જમીન પચાવી પાડવી, ખંડણી માંગવી, અપહરણ, લૂંટ, મારામારી, આર્મ્સ એકટ, દારૂ-જુગાર જેવા ગુનામાં એક કરતા વધુ વખત સંડોવાયેલા શખ્સો સામે પાસાની કાર્યવાહી કરવાની સુચના એસપી ડો. ગીરીશ પંડયા દ્વારા આપવામાં આવી હતી. આથી કલેકટર સમક્ષ મુકી હતી. જેમાં જિલ્લા કલેકટરે આ 11 રીઢા આરોપીની પાસાની દરખાસ્ત મંજુર કરી તેઓના પાસાના વોરંટ ઈસ્યુ કર્યા હતા. આથી એલસીબી પીએસઆઈ બી.એલ.રાયઝાદા સહિતની ટીમ દ્વારા આરોપીઓને વોરંટની બજવણી કરી હતી. અને તેઓને વીવીધ જેલ હવાલે કર્યા હતા. જેમાં તા. 01 મેના રોજ જ મોડી સાંજે મારામારીના ગુનામાં સંડોવાયેલા ચુડા તાલુકાના ગોખરવાળા ગામના મશરૂ રૂડાભાઈ સુસરાને પાસાનું વોરંટ બજવી તેને અમદાવાદ સાબરમતી જેલમાં મોકલાયો છે.


