- 5 થી 7 મે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી
- આગામી 7 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે
- આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જેમાં આગામી 7 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ રહેશે. ત્યારે 5 થી 7 મે રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં મતદાનના દિવસે કાળઝાળ ગરમી પડવાની આગાહી છે.
7 મે ના દિવસે રાજ્યમાં હિટવેવની આગાહી
7 મે ના દિવસે રાજ્યમાં હિટવેવની આગાહી છે. તેમજ અમદાવાદમાં 7 મે ના દિવસે તાપમાન 43 ડિગ્રી પહોંચવાની આગાહી કરવામાં આવી છે. તથા સમગ્ર ગુજરાતમાં 5 થી 7 મે સુધી યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમાં કચ્છ, ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં હીટવેવની આગાહી કરાઇ છે. તેમજ આજે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તથા અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયુ છે.
આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ
રાજ્યમાં માર્ચ મહિનાથી કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થઇ ગયો છે. અમરેલી, રાજકોટ અને અમદાવાદ સહિતના કેટલાક શહેરમાં તાપમાનનો પારો 40ને પાર જતાં કાળઝાળ ગરમીનો લોકો અનુભવ કરી રહ્યાં છે. આ દરમિયાન હવામાન વિભાગે 7 મે સુધી હજુ પણ ગરમી વધવાની આગાહી કરી છે. આજથી ચાર દિવસ રાજ્યમાં કાળઝાળ ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું
અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં ચાર દિવસ ગરમીનું યલો એલર્ટ છે. આકરી ગરમીના પ્રકોપમાં કચ્છ-સૌરાષ્ટ્ર શેકાયું છે. 42 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. તેમજ ભૂજ, અમરેલી, રાજકોટનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે.


