- રણપ્રદેશ યુએઈમાં ભારે વરસાદ યથાવત્
- યુએઈમાં વરસાદની હવામાન વિભાગની આગાહી
- દુબઈમાં બે દિવસની જાહેર રજાની સૂચના અપાઈ
ગત મહિને સાંબેલાધાર વરસાદ અને વિનાશકારી વાવાઝોડાએ સંયુક્ત અરબ અમીરાતને ઘમરોળ્યા બાદ મે મહિનાના પ્રારંભમાં ફરી એક વરસાદી રાઉન્ડ શરૂ થયો છે. સુક્કાભઠ રણપ્રદેશ એવા યુએઈમાં હવામાન વિભાગે શુક્ર અને શનિવારની વરસાદની આગાહી કરી છે. જેથી બે દિવસ જાહેર રજાની જાહેરાત કરી દેવામાં આવી છે. બે દિવસ વરસાદ ખાબક્યા બાદ યુએઈના હવામાન વિભાગે નવા આંકડા જાહેર કર્યા છે. આગામી અઠવાડિયામાં હવામાન સારું રહે તેવી શકયતા વ્યક્ત કરી છે.
દુબઈમાં ભારે વરસાદ ખાબક્યો
દુબઈમાં આજે તાપમાન સારું હોવાનું નોંધાયું છે. જો કે આમ છતાં વરસાદની શક્યતા તો સેવાઈ જ રહી છે. વધુમાં “શુક્રવારથી રવિવાર સુધી અબુ ધાબી, દુબઈ, શારજાહ અને અજમાનના દરિયાકાંઠાના ભાગોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા છે.
ગ્લોબલ વોર્મિંગના કારણે જોખમ વધી શકે છે
સંશોધકોએ મંગળવારના તોફાન જેવી જ હવામાનની ઘટનાઓને આબોહવા પરિવર્તન સાથે જોડી છે અને આગાહી કરી છે કે ગ્લોબલ વોર્મિંગ ઊંચા તાપમાન તરફ દોરી જશે અને ખાડી વિસ્તારના ભાગોમાં પૂરનું જોખમ વધશે. UAE જેવા દેશોમાં, ભારે વરસાદનો સામનો કરવા માટે ડ્રેનેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ તેમને પૂરના વધુ જોખમમાં મૂકી શકે છે.


