- પોલીસ કમિશનર કચેરી ખાતે મતદાન જાગૃતિ અભિયાન
- સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ થયા છે બિનહરીફ
- સમગ્ર સુરતમાં મતદાન નહી થાય તેવી થઈ રહી છે લોકોમાં ગેરસમજ
સુરતમા પોલીસ કમિશનર કચેરી ખાતે શાળાના વિધાર્થીઓ દ્રારા અનોખી રંગોળી કરીને લોકો મતદાન કરે તેને લઈ લોક જાગૃતિ ફેલાવી હતી,સુરબ બેઠક બિનહરીફ થતા સુરતીઓ એવુ સમજી રહ્યાં છે કે સુરતમાં હવે મતદાન નહી થાય પણ એવુ નથી,મજુરા, લીંબાયત,ઉધના, ચોર્યાસી વિધાનસભા મતદાતાઓ કરી શકશે મતદાન કેમકે આ બેઠકો નવસારી લોકસભામાં આવી રહી છે માટે.
ભુજમાં પણ વિધાર્થીઓએ રંગોળી બનાવી
ભુજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી સમગ્ર કચ્છ જિલ્લામાં મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીધામ તાલુકાની જવાબદારી ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.પી.પટેલ કન્યા વિદ્યાલયને આપવામાં આવી હતી. તારીખ ત્રણ માર્ચના ગાંધીધામ મુખ્ય બજાર ગાંધીજીની પ્રતિમા પાસે એમ.પી. પટેલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ ઉપરાંત એસ.વી.એસ ગાંધીધામ સંકુલમાંથી આદર્શ કન્યા વિદ્યાલય, કેમ્બ્રિજ હાઇસ્કુલ, સાધુવાસવાણી ઇન્ટરનેશનલ સ્કૂલના સહયોગથી એક ભવ્ય રંગોળી બનાવવામાં આવી હતી.
ભરૂચમાં પણ વિધાર્થીઓએ રંગોળી બનાવી
મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ કેળવવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી અધિકારી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ સો ટકા મતદાન માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ નિભાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી લાવવા શાળાના વિદ્યાર્થીઓ પણ પ્રયાસો કરી રહ્યાં છે.તે અંતર્ગત શહેરની નારાયણ વિદ્યાલય ખાતે 35 વિધાર્થીનિઓ દ્વારા 12 કલાકના અથાગ પરિશ્રમ બાદ મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
વડોદરામાં પણ વિધાર્થીઓએ રંગોળી બનાવી
વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા મત વિભાગની પેટા ચૂંટણીનું મતદાન તા.7 મેના રોજ સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી યોજાનાર છે. વડોદરા શહેર જિલ્લામાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.



