- કમાન્ડો કિરીટ વાળાએ ગોળી મારી કર્યો આપઘાત
- બે રાઉન્ડ ફાયરિંગ થયુ હોવાનું પોલીસનું અનુમાન
- ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાળાએ પોતાના વેપનની મદદથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે,કેમ આપઘાત કર્યો તેને લઈ હજી કારણ અકબંધ છે,તો પોલીસના ઉચ્ચકક્ષાના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.ભરૂચ બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે.
29 ફેબ્રુઆરી 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.તો પોલીસે તેના પ્રેમી સામે પણ દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો,તો બીજી તરફ પ્રેમીને પણ લાગી આવતા તેણે પણ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.
18 માર્ચ 2024 મહિલા કોન્સ્ટેબલનો આપઘાત
સુરતમાં એક મહિલા કોન્સ્ટેબલે આપઘાત કરતા પોલીસ દોડતી થઈ ગઈ,મહિલા કોન્સ્ટેબલે કે જેઓ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા અને અચાનક આપઘાત કરી લેતા પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે,ઘટનાની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યાં હતા.તો પોલીસને મૃતક મહિલા પાસેથી સુસાઈડ નોટ મળી આવી છે,સુસાઈડ નોટમાં શું છે તેનો કંઈ ઉલ્લેખ હજી સુધી પોલીસે કર્યો નથી.હાલમાં પોલીસે પરીવારનો સંપર્ક કર્યો છે અને નિવેદન લેવાની કામગીરી શરૂ કરી છે,મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો છે.



