By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    વિવાદ વિષ છે, સંવાદ અમૃત છે : મોરારિબાપુ
    1 hour ago
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    મને વિયોગ કરતાં વિરહ વધારે ગમે છે : મોરારિબાપુ
    1 day ago
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
    3 days ago
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    રામકથા અમૃત છે, રામનાથ અમૃત છે: મોરારિબાપુ
    4 days ago
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત

Editor
Last updated: 2026/07/07 at 3:45 PM
2 hours ago
Share
રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત
SHARE

રાજકોટ જિલ્લાના ૨૪ ગામોમાં બે મહિના સુધી બિનખેતી પરવાનગીની પ્રક્રિયા સ્થગિત

ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ જમીન સંપાદન યોજનામાં આવતા ગામોનો સમાવેશ : કલેકટરનો આદેશ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ યોજનામાં આવતા રાજકોટ, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના કુલ ૨૪ ગામોમાં આગામી ૬૦ દિવસ માટે બિનખેતી (એન.એ.) પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ તુરંત સ્થગિત કરવામાં આવી છે.

સરકારના મહેસૂલ વિભાગના પરિપત્ર અન્વયે જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા આ નિર્ણય જારી કરવામાં આવ્યો છે. જેની સંબંધિત જમીનધારકો અને નાગરિકોએ નોંધ લેવા જણાવાયું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીની યાદીમાં જણાવાયા અનુસાર, સરકારના મહેસૂલ વિભાગના ૦૨ જૂન ૨૦૨૬ના પરિપત્રથી જમીન સંપાદન અંતર્ગત સંપાદન થનાર જમીનોને જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૫ હેઠળ બિનખેતી પરવાનગી આપવા બાબતે સૂચના અપાઈ છે. આ પરિપત્ર મુજબ, સંપાદક સંસ્થા દ્વારા યોજનામાં સંભવિત સમાવિષ્ટ થનારા ગામોની યાદી કલેક્ટરને સોંપવાની રહે છે. આ યાદી મુજબના ગામોની બિનખેતી મંજૂરી અંગેની કાર્યવાહી ૬૦ દિવસ માટે સ્થગિત કરવાની હોય છે. આ ૬૦ દિવસના સમયગાળામાં સંપાદન કરવાપાત્ર સર્વે નંબરની ઓળખ કરવા અંગેની કાર્યવાહી સંપાદક સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

પ્રોજેક્ટ ડાયરેક્ટર, એન.એચ.એ.આઈ., પી.આઈ.યુ., રાજકોટ દ્વારા ગોંડલ-રાજકોટ (હિરાસર એરપોર્ટ) બાયપાસ અંતર્ગત સંપાદન યોજનામાં આવતા ગામોની યાદી ૨૨મી જૂને મોકલવામાં આવી છે.

જેમાં રાજકોટ તાલુકાના રામપરા બેટી, મઘરવાડા, સાયપર, કુચીયાદડ, રફાળા, ભાયાસર, કાથરોટા, પાડાસણ, અણીયાળા, ખેરડી, ગુંદા, કસ્તુરબા ધામ, કુવાડવા, ઢાંઢણી, ઢાંઢીયા અને ગઢકા ગામનો સમાવેશ થાય છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાના રાજપરા, અરડોઈ, નારણકા, પીપલાણા અને આણંદપર તેમજ ગોંડલ તાલુકાના ગુંદાસરા, રીબડા અને પીપળીયા ગામનો સમાવેશ થાય છે. સંપાદન પ્રક્રિયામાં આવતા ઉપરોક્ત ગામોમાં ૬૦ દિવસ સુધી બિનખેતી પરવાનગી અંગેની પ્રક્રિયા હાલ સ્થગિત કરવામાં આવી છે.

સંપાદક સંસ્થા એન.એચ.એ.આઈ. દ્વારા જમીન સંપાદન કરવાપાત્ર સંભવિત સર્વે નંબરની ઓળખ અંગેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ કલેક્ટર કચેરી ખાતે દરખાસ્ત કરવામાં આવશે. આ દરખાસ્તમાં બિનખેતી પરવાનગી માટે માંગણી કરેલી જમીનનો સમાવેશ સંપાદન હેઠળ થતો ન હોય તો તે માટે અરજી કરી શકાશે, તેમ યાદીમાં જણાવાયું છે.

You Might Also Like

વી. વી.પી. એન્જીનીયરીંગ કોલેજના બાયોટેક એન્જીનીયરીંગ વિભાગમાં પ્રોફેસર ઓફ પ્રેક્ટીસની નિમણુક

લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી

રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ

સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું

સાહિત્ય સેતુ આયોજિત પુસ્તક પરબનો ૫૮મો મણકો સંપન્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સૌરાષ્ટ્રની ત્રણ દિકરીઓ એશિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ
રાજકોટ

સૌરાષ્ટ્રની ત્રણ દિકરીઓ એશિયનશિપમાં કરશે દેશનું પ્રતિનિધિત્વ

Editor By Editor 6 days ago
MCXમાં સોના-ચાંદીમાં તેજી, ક્રૂડ ઓઈલમાં નરમાઈ, ડોલર સામે રૂપિયો મજબૂત
મારો આશ્રમ, કેવળ આશ્રય: મોરારિબાપુ
ટંકારાના નસીતપરમાં પાકિટ ચોરીની શંકાએ મિત્રના હાથે જ યુવાનની હત્યા
રાજકોટ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૩ જુલાઈએ યોજાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?