કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી : અશોક ડાંગર
રાજકોટ લોકસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બંને પક્ષો દ્વારા એડીચોંટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જેમાં આજે કોંગ્રેસના પૂર્વ મેયર અશોક ડાંગર અને પૂર્વ ડે.મેયર ભરત મકવાણાની આગેવાનીમાં 200 કાર્યકરો ભાજપમાં જોડાયા હતા.
ગુજરાત ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં મોટો ફટકો, પૂર્વ શહેર પ્રમુખ અશોક ડાંગર જોડાશે ભાજપમાં જોડાય. 2021માં કોંગ્રેસની હાર થતાં આપ્યું હતું રાજીનામું. રાજીનામા બાદ કોંગ્રેસ છોડી ભાજપમાં ગયા હતા. ભાજપમાં ગયા બાદ કોંગ્રેસમાં પરત ફર્યા હતા. હવે ફરી અશોક ડાંગર ભાજપમાં જોડાયા છે.
કોંગ્રેસની જૂથબંધીથી થાકીને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં કોંગ્રેસના 200 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. તેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે દિલીપ સંઘાણી અને રમેશ રૂપાપરા દ્વારા મને ભાજપમાં જોડાવા પ્રેરણા આપી છે. ફરી વખત મને ભાજપમાં ઉમળકા ભેર પ્રવેશ આપવા માટે ભાજપનો આભાર માન્યો હતો.
અશોક ડાંગર, ભરત મકવાણા સાથે અનેક લોકો ભાજપમાં જોડાયા છે. રાજકોટ (Rajkot)શહેર કોંગ્રેસના મહામંત્રી રવિ ડાંગર ભાજપમાં જોડાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર ભરત મકવાણા સાથે 200થી વધુ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ અશોક ડાંગરે કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે. જેમાં અશોક ડાંગરે જણાવ્યું છે કે કોંગ્રેસ કાયમી તૂટવાની છે. કોંગ્રેસમાં કોઈ નિર્ણયશકિત નથી.


