- PM મોદીએ રાંચીમાં 2 કિલોમીટર લાંબો રોડ શો યોજાયો
- મોટી સંખ્યામાં સમર્થકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા
- મોટી સંખ્યામાં લોકોએ અને કાર્યકરોએ PMનું કર્યું વ્યાગત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે રાંચીમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં એકત્ર થયેલા સમર્થકોએ ‘મોદી-મોદી’ના નારા લગાવ્યા હતા. તેમની એક ઝલક મેળવવા માટે હિનુ ચોકથી રતુ રોડ નવા બજાર ચોકડી સુધીના રોડની બંને બાજુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદી ખુલ્લી જીપમાં સવાર થઈને લગભગ બે કિલોમીટર સુધી ચાલ્યા. તેમની સાથે રાંચીના ભાજપના સાંસદ અને ઉમેદવાર સંજય સેઠ અને ઝારખંડ વિધાનસભામાં વિપક્ષના નેતા અમર કુમાર બૌરી પણ હતા.
હાથ જોડીને લોકોનું અભિવાદન ઝીલ્યું
વડાપ્રધાન મોદીએ ક્યારેક હાથ મિલાવીને તો ક્યારેક બંને હાથ જોડીને લોકોનું અભિવાદન સ્વીકાર્યું. રસ્તામાં અનેક જગ્યાએ લોકોએ તેમના પર ફૂલોની વર્ષા કરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ હતી. પીએમ મોદીના હાથમાં ભાજપના ચૂંટણી ચિન્હ કમળનું નાનું કટઆઉટ હતું, જે દર્શાવે છે કે તેમણે પક્ષની તરફેણમાં મત આપવા માટે મૌન અપીલ કરી હતી.
બિરસા મુંડાની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી
રોડ શોમાં લોકો સતત મોદી-મોદીના નારા લગાવતા રહ્યા. પીએમ મોદીને જોવા માટે લોકો ધાબા પર, વૃક્ષો પર, હોટેલો પર, જ્યાં પણ બને ત્યાં એકઠા થયા હતા. ઘણા લોકોએ હાથમાં પીએમ મોદીની તસવીરો અને કટઆઉટ્સ પકડ્યા હતા. પીએમ મોદી લગભગ 6.50 વાગ્યે રાંચી એરપોર્ટ પહોંચ્યા હતા. આ પછી તેમનો કાફલો બિરસા ચોક પહોંચ્યો, જ્યાં તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને હાર પહેરાવ્યો. ત્યાં તેમણે થોડીવાર ઊભા રહીને નારા લગાવતા લોકોનું હાથ હલાવીને સ્વાગત કર્યું.
PM મોદીનો 2 કિલોમીટરનો રોડ શો
આ પછી તેમણે હરમુ ભારત માતા ચોકથી રતુ રોડ ચોક સુધી લગભગ બે કિલોમીટરના રોડ શોમાં ભાગ લીધો હતો. રાંચીમાં રોડ શો પહેલા પીએમ મોદીએ સિંહભૂમ અને ખુંટી લોકસભા સીટના બીજેપી ઉમેદવારોના સમર્થનમાં ચાઈબાસામાં એક મોટી રેલીને સંબોધી હતી. રોડ શોના સમાપન બાદ પીએમ મોદી રાજભવન પહોંચ્યા, તેઓ રાજભવનમાં રાત્રિ આરામ કરશે અને શનિવારે લોહરદગાના પલામુમાં ચૂંટણી રેલીઓ કરશે.


