- અમદાવાદમાં બાલવાટિકા બસ શરૂ કરાઈ
- HCના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ રહ્યા હાજર
- ગરીબ બાળકો માટે શરૂ કરાઈ બાલવાટિકા બસ
ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, AMC અને મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડનો સૌ પ્રથમવાર વિશિષ્ટ પહેલ શરૂ કરવાાં આવી છે.જેમાં 6 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે બાલવાટિકા બસની આજે શરૂઆત કરાઈ છે,આ શુભારંભમાં SCના જસ્ટિસ વિક્રમનાથ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ જોડાયા હતા.
સિગ્નલ સ્કૂલ અંતર્ગત હવે બાલવાટિકા બસનો પ્રારંભ
6 વર્ષથી નાની ઉમરના ગરીબ બાળકો માટે બાલવાટિકા બસ શરૂ કરાઈ છે,હવે સિગ્નલ સ્કૂલ સાથે ગરીબ બાળકો બાલવાટિકા બસમાં અભ્યાસ કરશે,આ બસમાં બાળકોને રંગબેરંગી પુસ્તકો, નોટબુક, રમકડાં,ગીતો ઇન્સ્ટોલ કરેલ હોય તેવા TV સેટ, બ્લેક બોર્ડ અને પાણીની તમામ સુવિધા પૂરી પાડવામાં આવશે.
AMCના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ
ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ (AMC)સ્કૂલબોર્ડ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો હતો. સિગ્નલ પર રખડતા બાળકોને શિક્ષણ પૂરું પાડવા તૈયાર કરાયેલી ખાસ પ્રકારની 10 બસને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલીઝંડી આપી હતી, બસ શહેરના અલગ અલગ વિસ્તારમાં ફરશે અને શિક્ષણથી વંચિત રહી જતા અને શાળાએ અભ્યાસ માટે નહીં જઈ શકતા બાળકોને શિક્ષણ પૂરું પાડશે.અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ 2021-22ના બજેટમાં સિગ્નલ સ્કૂલની ખાસ જોગવાઈ કરવામાં આવી હતી. સ્કૂલબોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતુ કે, રસ્તાઓ ઘણીવાર બાળકો જોવા મળતા હોય છે. શાળાએ અભ્યાસ માટે જઈ શકતા નથી. માટે આ વખતના બજેટમાં ખાસ સિગ્નલ સ્કૂલની જોગવાઈ કરવામાં આવી છે.

બસમાં કરાશે અભ્યાસ
જેમાં અભ્યાસ કરવાની વ્યવસ્થા ઉભી કરાઇ છે. વિધાર્થીને બસમાં બેસાડીને શિક્ષણ આપી શકાય. આવી 10 બસ બનાવવા આવી છે જે, શહેરના ગુલબાઈ ટેકરા, વસ્ત્રાપુર, આરટીઓ, નારોલ, નરોડા જેવા અલગ અલગ વિસ્તારમાં જશે. જે બાળકો કોઈપણ કારણોસર શાળાએ નથી આવી શકતા તેઓને ત્યાં સિગ્નલ પાસે જ બસ મારફતે શિક્ષણ પૂરું પાડવામાં આવશે.આ બસમાં બે શિક્ષક રાખવામાં આવશે જેમાં એક મુખ્ય શિક્ષક અને એક હેલ્પર તરીકે કામ કરશે. બસ દરેક વિસ્તારમાં સોમવારથી શનિવાર સુધી અલગ અલગ વિસ્તારમાં ફરશે. બાળકોને પાયાનું શિક્ષણ મળે તે માટે આ સિગ્નલ સ્કૂલ કામ કરે છે.


