- સુરેન્દ્રનગરના 4 અને ધ્રાંગધ્રાના 1 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન
- પરીક્ષા બપોરે 2થી 5-20માં લેવાશે : છાત્રોને સવારે 11 કલાકે એન્ટ્રી અપાશે
- વિદ્યાર્થીઓને બાયોમેટ્રીક હાજરી અને ફ્રીસ્કીંગના લીધે સવારે 11 કલાકથી પ્રવેશ આપી દેવામાં આવશે
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે તા. 5મી મેને રવિવારે ધો. 12 સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે જરૂરી એવી નીટની પરીક્ષાનું 5 કેન્દ્રો પર આયોજન કરાયુ છે. જેમાં 1,251 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં. ધો. 12 સાયન્સ પછી મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા લેવાતી નીટ (નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ)ની પરીક્ષા આજે તા. 5 મેને રવીવારે કરાયુ હતુ. આ પરીક્ષા જિલ્લાના 5 કેન્દ્રો પર લેવામાં આવનાર છે. આ અંગે નીટની પરીક્ષાના સુરેન્દ્રનગર જિલ્લા કોર્ડીનેટર ભરતેશભાઈ રાવલે જણાવ્યુ કે, નીટની પરીક્ષા માટે જિલ્લામાં 1251 વિદ્યાર્થીઓ નોંધાયા છે. આ પરીક્ષા રવીવારે બપોરના 2થી 5-20 સુધી યોજાનાર છે. પરંતુ વિદ્યાર્થીઓને બાયોમેટ્રીક હાજરી અને ફ્રીસ્કીંગના લીધે સવારે 11 કલાકથી પ્રવેશ આપી દેવામાં આવશે. સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરની સ્વસ્તીક સ્કૂલ, એન.ડી.રાવલ હાઈસ્કૂલ, સંકલ્પ વિદ્યાલય, યુરોકીડસ સ્કૂલ ઉપરાંત ધ્રાંગધ્રાની આર્મી સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર બનાવાયા હતા. જેમાં નોંધાયેલા 1,251 વિદ્યાર્થીઓ મેડીકલ લાઈનમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા આપશે.


