- વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે
- અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું
- ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે
ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે. જેમાં ચૂંટણીના દિવસે ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ અપાયું છે. જેમાં વાદળ હટવાથી 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થશે. તથા ગુજરાતમાં સૌરાષ્ટ્ર, પોરબંદર, દીવ, ભાવનગર, સુરતમાં હિટવેવની આગાહી છે.
ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે
ગુજરાતમાં આવનારા પાંચ દિવસમાં ગરમી વધશે. ગઈકાલે અમદાવાદમાં 39.2 ડિગ્રી, ગાંધીનગર 38.6 માં ડિગ્રી તાપમાન નોંધાયું છે. આજે અમદાવાદમાં 41 ડિગ્રી અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન રહેશે. ઉત્તર પશ્ચિમી દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં 41 થી 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. ગાંધીનગર 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. તેમજ સુરત, સૌરાષ્ટ્ર, રાજકોટમાં 39 થી 40 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે.
ભુજમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે
ભુજમાં 40 થી 41 ડિગ્રી સુધી તાપમાન રહેશે. તેમજ બપોરે 2 થી 4 સૌથી વધુ ગરમી પડશે. હવામાન વિભાગે હિટવેવની આગાહીની સાથે ગરમીથી બચવા સૂચનો જાહેર કર્યા છે. જેમાં કહેવાયું છે કે સીધા તડકાના સંપર્કમાં આવવાથી બચવું જોઈએ. આ ઉપરાંત યલો એલર્ટ વિસ્તારમાં રહેતા લોકોએ કામ વગરમાંથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. સાથે સાથે હળવા રંગના અને સુતરાઉના કપડાં પહેરવા જોઈએ. સાથે ગરમીમાં બહાર નીકળતા સમયે માથું ઠાંકીને રાખવું જોઈએ.
આંખની બળતરા ટાળવા માટે ચશ્માનો ઉપયોગ કરો
જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે તમારી જાતને સંપૂર્ણપણે ઢાંકીને રાખો અને આ નિયમોનું પાલન કરો. દિવસ દરમિયાન ઘરની બહાર નીકળતી વખતે માથું ઢાંકો. સુતરાઉ અને ઢીલા-ફિટિંગ કપડાં પહેરો. માથું, હાથ, ગરદન, પગ ઢાંકવાનો પ્રયાસ કરો. તેથી, ઘરની બહાર નીકળતી વખતે છત્રીનો ઉપયોગ કરો. ખુલ્લા વિસ્તારોમાંથી પાણી અથવા ખોરાકનો ઉપયોગ કરશો નહીં. આંખની બળતરા ટાળવા માટે ચશ્માનો ઉપયોગ કરો.


