- વારંવાર રજૂઆત છતાં હજુ સુધી ઉકેલ નહીં આવતાં સ્થાનિકોમાં આક્રોશ
- પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે નેતા કે તંત્રને ફુરસદ જ નથી
- જેના કારણે સ્થાનિકોમાં તંત્ર અને નેતાઓ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે
બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલા રાધાનેસડા ગામના પરા વિસ્તાર લાંપડીયામાં વર્ષોથી હજુ સુધી પીવાનું પાણી મળ્યું નથી.દર વર્ષે ઉનાળામાં પીવાના પાણીની પારાયણ જોવા મળે છે.વર્ષોથી આ વિસ્તારના અને ગામના લોકો પાણીની તંગી બાબતે નેતાઓ અને તંત્રને રજૂઆત કરે છે. પરંતુ હજુ સુધી ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરુરિયાત પ્રમાણે ગામલોકોને પાણી મળ્યું નથી.જેથી આકરી ગરમીમાં પીવાના પાણી રઝળપાટ કરી રહેલા ગામલોકો પીવાના પાણી માટે સરકાર પાસે આજીજી કરી રહ્યા છે.કારણ કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ જો પીવાનું પાણી ન મળતું હોય તો બીજી સુવિધાની શું અપેક્ષા રાખવી.ઉનાળાની આકરી ગરમીમાં પીવાના પાણી માટે નાના ભૂલકાંઓ સહિત પશુધન ટળવળે છે.તે પણ તંત્ર દ્રારા કે કોઇ નેતા દ્રારા હજુ સુધી પીવાના પાણી માટે કોઇ નક્કર પગલાં ભર્યાં નથી.જેના કારણે સ્થાનિકોમાં તંત્ર અને નેતાઓ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.માંડ પેટીયું રળીને ગુજરાન ચલાવતાં લોકને પીવાના પાણી માટે ઉનાળામાં દર વર્ષે ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે.પરંતુ વસ્તીના પ્રમાણમાં ટેન્કરનું પાણી પણ પુરતા પ્રમાણમાં મળતું નથી.જેથી સત્વરે રાધાનેસડા ગામના લોકોની વર્ષોજૂની પાણીની સમસ્યાનો ઉકેલ આવે તેવી તેવી માગ ગામલોકો કરી રહ્યા છે.


