- ગુજરાત હાઈકોર્ટે 18 માંથી 4 આરોપીઓને HCએ આપ્યા જામીન
- તેજલ દોશી, નેહા દોશી નૂતન શાહ, વૈશાખી શાહ જામીન પર મુક્ત
- ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ
વડોદરા હરિણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટે 4 આરોપીને જામીન મુક્ત કર્યા છે,FIRમાં નોંધાયેલા કુલ 18 માથી 4 આરોપીઓને હાઈકોર્ટે જામીન આપ્યા છે,તેજલ દોશી, નેહા દોશી, નૂતન પરેશ શાહ, વૈશાખી શાહને જામીન મળ્યા છે,આ કેસમાં અગાઉ વડોદરા કોર્ટે આરોપીઓના જામીન ફગાવ્યા હતા.વડોદરામાં હરણી લેક દુર્ઘટના કેસમાં હાઇકોર્ટે તપાસના આદેશ આપ્યા છે. 18 જાન્યુઆરીના દિવસે વડોદરામાં કરૂણ ઘટના બની હતી. હરણી તળાવમાં બોટ પલટી ખાઇ જતાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. આ મુદ્દે હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
જાણો સમગ્ર દુર્ઘટનાનો કેસ
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવ આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા. સેફ્ટીની ઐસીતૈસી કરીને બોટમાં ઠાંસી ઠાંસીને લોકોને ભરી સેફ્ટી વિના બોટરાઇડ કરાવાતી હોવાનો ખુલાસો થયો હતો. જે મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. તેમજ બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બોટ દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
13 સભ્યોની બનાવી હતી કમિટી
વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ અનિરૂદ્ધ માયીની બેંચ સમક્ષ સુઓમોટો પિટિશન ઉપર વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં પર્યટન પ્રવૃત્તિ વધી છે. સરકારે 19 ફેબ્રુઆરીએ ઠરાવ કરીને લોકોની સલામતી માટે એક હાઇ લેવલ કમિટીની રચના કરી છે. જે ઈનલેન્ડ વોટર બોડીઝમાં બોટિંગ સહિતની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે લીગલ ફ્રેમવર્ક, સર્ટિફિકેટ આપવાના નિયમો અને નિયમોના અમલીકરણ કરવા ઉપર કાર્ય કરશે.
એકને ટર્મિનેટ અને એક અધિકારીને સસ્પેન્ડ કરાયો હતો
બોટકાંડમાં ફ્યુચરએસ્ટિક સેલના એડિશનલ આસીટન્ટને ટર્મિનેટ કર્યો હતો. મિતેશ માળીને ટર્મિનેટ કરાયા છે. ઉત્તરઝોન વોર્ડ-3ના એડિશનલ એન્જિનિયર જીગ સચારિયાને સસ્પેન્ડ કરાયા. મ્યુનિસિપલ કમિશનરે 6 અધિકારીને નોટિસ પાઠવી હતી. જેમાં 7 દિવસમાં ખુલાસો માંગ્યો હતો.


