- આવતી કાલે બોર્ડની વેબસાઇટ પર થશે પરિણામ જાહેર
- વિજ્ઞાન પ્રવાહના 1,11,000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
- સામાન્ય પ્રવાહના 3,50,000 વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
રાજ્યના બોર્ડની પરીક્ષા આપેલ લાખો વિદ્યાર્થીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે, ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાસની બોર્ડની પરીક્ષાઓનું પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1 લાખ 11 હજાર અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજાર થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. મળતી માહિતી મુજબ, આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ ઉપલબ્ધ થશે. તો મહત્વનું છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સાથે સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવશે.
શુક્રવારે અપાશે માર્કશીટ
મહત્વનું છે કે આવતીકાલે જાહેર થઈ રહેલા બોર્ડની પરીક્ષાઓના પરિણામો માત્ર અને માત્ર ઓનલાઈન જોઈ શકાશે. મળતી માહિતી પ્રમાણે www.gseb.org પાર્ટી વિદ્યાર્થીઓ પરિણામો જોઈ શકશે. વધુમાં બોર્ડ દ્વારા કહેવામાં આવ્યું છે કે આવતીકાલે ગુરુવારે બોર્ડની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં આવશે. તો, એક દિવસ પછી એટલે કે શુક્રવારના રોજ વિદ્યાર્થીઓને તેમની શાળાઓ માંથી માર્કશીટ આપવામાં આવશે.


