- વાડી પર કૂવાની મોટર ચાલુ કરવા જતા બંનેને કરંટ લાગ્યો હતો
- માતા તેમજ માસુમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું
- નાના એવા પરબડી ગામમાં માતા પુત્રનું મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઇ હતી
ચોટીલાના પરબડી ગામે પોતાની વાડીએ કુવાની મોટર ચાલુ કરવા જતા માતા પુત્રને વીજ કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. પરબડી ગામની સીમમા આવેલ વાડી વિસ્તારમાં રહેતા મહેશભાઇ લાલજી ભાઈ મકવાણાના પત્ની અને પુત્ર વાડીમા કામ કરતા હતા. તે દરમિયાન મહેશભાઇના પત્ની કિરણબેન ઉ. વર્ષ 24 અને તેમનો પુત્ર આદિત્ય ઉ. વર્ષ 3 કુવાની ઈલેક્ટ્રીક મોટર ચાલુ કરવા જતા વીજ કરંટ લાગ્યો હતો અને માતા તેમજ માસુમ પુત્રનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. નાના એવા પરબડી ગામમાં માતા પુત્રનું મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઇ હતી. જ્યારે મૃતક કિરણબેનના ત્રણ વર્ષના નાના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.


