- અનાજના દાણા માટે તરસતા પાકિસ્તાનના ખરાબ દિવસો આવવા નક્કી
- હવે આઈએમએફ પણ લોન આપતા ખચકાટ અનુભવતું હોવાનું સ્વીકાર્યું
- આઈએમએફે પાકિસ્તાનને પૈસાની બીજી વ્યવસ્થા તૈયાર રાખવા જણાવ્યું
અનાજના દાણા માટે વલખાં મારતું પાકિસ્તાન ફરી એકવાર દેવાળું ફુંકવાની તૈયારીમાં છે. IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં કોષએ પોતાની તાજેતરના રિપોર્ટમાં પાકિસ્તાનની આર્થિક સ્થિતિને લઈ ચેતવણી આપી છે. આઈએમએફે શુક્રવારે જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યું કે પાકિસ્તાન માટે આર્થિક ખતરો અસાધારણ રીતે વધુ છે. આ રિપોર્ટ પાકિસ્તાનની સાથે થતી સંગઠનની છેલ્લી વાતચીતના ઠીક પહેલા આવી છે. આવામાં કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આઈએમએફ પણ લોન આપવાના મૂડમાં નથી.
આંતરરાષ્ટ્રીય નાણાં કોષના રિપોર્ટમાં પાકિસ્તાન સરકારની અસ્થિરતાને લઈ ચિંતા વ્યક્ત કરાઈ છે. આઈએમએફના એક પ્રતિનિધિ મંડળે આ મહિને પાકિસ્તાન પહોંચશે. પરંતુ હવે આ રિપોર્ટમાં શાહબાઝ સરકારની ચિંતા વધારી દીધી છે. પાકિસ્તાનને લોન આપવાની છેલ્લી સમીક્ષા પછી આઈએમએફે કહ્યું કે પાકિસ્તાનમાં નેગેટિવ જોખમ વધુ છે જેથી આઈએમએફે પાકિસ્તાન સરકારને સ્ટેન્ડ બાય વ્યવસ્થા ચાલુ રાખવાનો સંકેત આપ્યો છે. પરંતુ પાકિસ્તાન રાજનીતિક અસ્થિરતા યથાવત્ છે.
હવે IMF પણ લોન આપવામાં ખચકાટ અનુભવી રહ્યું છે
મળતી માહિતી અનુસાર, આઈએમએફને લાગે છે કે પાકિસ્તાનની રાજનીતિક અસ્થિરતા વધુ અને આર્થિક નીતિ ડામાડોળ છે. આ ઉપરાંત રિપોર્ટમાં પાકિસ્તાનને લોન આપવાને લઈ ખચકાટ વ્યક્ત કરાઈ છે. આઈએમએફે જણાવ્યું કે કોમોડિટીની ઊંચી કિંમત અને નક્કર વૈશ્વિક સ્થિતિ રોકડ સંકટથી ઝઝૂમતા પાકિસ્તાન માટે વધુ ખરાબ સાબિત થઈ શકે છે.
ગત મહિનામાં પાકિસ્તાનને લોન મળી હતી
છેલ્લા મહિનામાં પાકિસ્તાને આઈએમએફથી ત્રણ અબજ ડોલરનું બેલઆઉટ પેકેજનો છેલ્લો હપ્તો મેળવ્યો છે. જેના લીધે પાકિસ્તાન ડિફોલ્ટ થતા બચી ગયું. બેલઆઉટ પેકેડના છેલ્લા હપ્તો મળ્યા પછી પાકિસ્તાનના વડાપ્રધાને ફરી એકવાર આઈએમએફથી લોનની પોકાર કરી છે. પાકિસ્તાન સરકારે આઈએમએફ પાસેથી ઓછામાં ઓછા છ અબજ ડોલરની લોનની આશા કરી રહ્યું છે. આ ઉપરાંત પાકિસ્તાનનું ધ્યાન લાંબા ગાળાની લોન પર છે.


