- પુણા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પર કર્યો હુમલો
- પોલીસે આરોપી નિલેશ સોંડાગરની કરી ધરપકડ
- આરોપી નિલેશે પ્રેમિકાને આપ્યો હતો મોબાઈલ
સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. જેમાં પુણા વિસ્તારમાં પ્રેમીએ પ્રેમિકા પર હુમલો કર્યો છે. તેમાં પોલીસે આરોપી નિલેશ સોંડાગરની ધરપકડ કરી છે. આરોપી નિલેશે પ્રેમિકાને મોબાઈલ આપ્યો હતો. તેમાં ફોન વેટીંગ આવતા અન્ય સાથે અફેરની શંકા હતી. પ્રેમી પુણાની ઓયો હોટલના રૂમમાં લઈ ગયો હતો. અને પ્રેમીએ ચપ્પુથી પ્રેમિકાનું ગળું કાપવા પ્રયાસ કર્યો હતો.
પ્રેમ પ્રકરણમાં નિલેશે મોબાઈલ ફોન મનીષાને આપ્યો
શહેરમાં યુવક દ્વારા યુવતી પર હુમલો કરવામાં આવ્યો છે. પ્રેમ પ્રકરણમાં નિલેશે મોબાઈલ ફોન મનીષાને આપ્યો હતો. તેમાં ફોન સતત વેટીંગ આવતો હોવાથી શંકામાં હુમલો કર્યો હતો. યુવકને યુવતીના અન્ય સાથે અફેર હોવાની શંકા હતી. તેથી પ્રેમી પુણાની ઓયો હોટલના રૂમમાં લઈ ગયો હતો. પ્રેમીએ ચપ્પુથી પ્રેમિકાનું ગળું કાપવા પ્રયાસ કર્યો હતો. આરોપી નિલેશે પહેલા જુઠ્ઠાણું ચલાવ્યું હતુ. તેમજ પોલીસની કડક પૂછપરછમાં આખરે ગુનો કબૂલ્યો છે.
જાણો ગ્રીષ્મા હત્યા કેસ વિશે
સુરતના પાસોદરામાં ગઈ તા. 12મી ફેબ્રુઆરીના રોજ જાહેરમાં 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની ગળું ચીરીને હત્યા કરનારા હત્યારા આરોપી ફેનિલ ગોયાણીને સુરતની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટમાં બંને પક્ષના વકીલ અને ગ્રીષ્માના પરિવારજનો હાજર રહ્યાં હતાં. કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવ્યો હતો. સુરતના બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસના ઘટના ક્રમ પર નજર કરીએ તો.12 ફેબ્રુઆરીએ કામરેજ પાસોદરા ખાતે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી. આરોપીની ધરપકડ બાદ માત્ર સાત દિવસમાં 2500 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
પોલીસે ગુના મામલે 23 જેટલા પંચનામા કર્યા હતા
પોલીસે ગુના મામલે 23 જેટલા પંચનામા કર્યા હતા. તેમજ સરકાર પક્ષે ફરિયાદ પક્ષનો કેસ સાબિત કરવા કુલ 190 સાક્ષી તથા 90 જેટલા દસ્તાવેજી પુરાવાનું લીસ્ટ રજુ કર્યુ હતું. સરકારપક્ષે કુલ 190 પૈકી 85 સાક્ષી ડ્રોપ કરીને બાકીના મહત્વના સાક્ષીની જુબાની તથા 125 થી વધુ દસ્તાવેજી પુરાવા રજુ કરી ફરિયાદ પક્ષનો કેસ સાબિત કર્યો હતો. 6 એપ્રિલના રોજ બંને પક્ષોની દલીલો પુરી થતાં માત્ર 69 દિવસોમાં સ્પીડી ટ્રાયલ પુરી કરી હતી.