ઉનાના નવાબંદર ગામે વાવાઝોડાની તબાહી, છાપરાં ઉડ્યા, બોટો ફંગોળાઈ, લાખો ની સૂકી માછલી પલળી
અચાનક બદલાયેલા વાતાવરણમાં તોફાની પવન અને કમોસમી વરસાદે વેર્યો વિનાશ, માછીમારોનામાથેઆભ તૂટી પડ્યું : લાખોની નુકશાની
અગ્ર ગુજરાત, ઉના
ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠાના ગામ નવાબંદર માં આજે પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા માછીમાર સમાજની કમર તોડી નાખી છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને જોતજોતામાંતોફાની પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાતા આખું ગામ બેહાલ બની ગયું. કમોસમી વરસાદ અને તોફાનીપવનનાકારણે માછીમારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે.
નવાબંદર ગામનો મોટાભાગનો માછીમાર સમાજ સૂકી માછલીના વ્યવસાય પર નભે છે. તોફાની પવન સાથે આવેલા ધોધમાર વરસાદનેકારણેમચ્છીનાપ્લોટવિસ્તાર માં સુકવવા મુકેલી લાખો રૂપિયાની સૂકી માછલી પલળીને બગડી ગઈ છે. મહિનાઓની મહેનત પર પાણી ફરી વળતા માછીમારોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
તોફાની પવનની તીવ્રતા એટલી ભયાનક હતી કે મચ્છી ના પ્લોટ વિસ્તારમાં બનાવેલા પતરાના છાપરાં કાગળ ની જેમ ઉડવા લાગ્યા હતા. દરિયાકાંઠે લંગારેલી નાની-મોટી અનેક ફિશિંગ બોટો હવાના જોરદાર સુસવાટાથી ફંગોળાઈને દૂર સુધી ફેંકાઈ ગઈ હતી, જેના કારણેબોટો ને ભારે નુકસાન પહોંચ્યું છે.
દરિયાકાંઠે વસવાટ કરતા ગરીબ માછીમારોના કાચા ઝૂંપડા પણ આ તોફાની પવન સામે ટકી શક્યા ન હતા. અનેક ઝૂંપડાના છાપરાં અને દીવાલો તૂટીપડતાપરિવારો બેઘર બની ગયા છે. ઘરવખરીનો સામાન વરસાદીપાણી માં પલળી જતાં અને છાપરું નરહેતામાછીમારપરિવારો ખુલ્લા આકાશ નીચે આવી ગયા છે.
પીડિત માછીમારે આંખમાં આંસુ સાથે જણાવ્યું કે, “સીઝનમાં માંડ માંડ માછલી પકડીને સુકવવા મુકીહતી. બે-ચાર પૈસા થાય એવી આશા હતી. પણ આ તોફાને બધું ધોઈ નાખ્યું. બોટ પણ તૂટી ગઈ, છાપરું પણ ઉડી ગયું. હવે બાળબચ્ચાનું પેટ કેમ ભરવું? અમારા પર તો જાણે આભ ફાટી પડ્યું છે.”
હવામાન ખાતાની આગાહી મુજબ હજુ પણ 24 કલાક ભારે પવન સાથે વરસાદની શક્યતા હોવાથી માછીમારોની ચિંતામાં વધારો થયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક અસરગ્રસ્તોને સલામત સ્થળે ખસેડવા અને રાહત કાર્ય શરૂ કરવા માંગ ઉઠી છે.


