- રશિયા અને યુક્રેન વચ્ચે 26 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્
- અમેરિકાએ યુક્રેનને તાજેતરમાં નાણાકીય મદદ કરી હતી
- રશિયાએ જમીન માર્ગે હુમલો કરી યુક્રેનના પાંચ ગામડાઓ કબ્જે કરી લીધા હોવાનો દાવો
રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 26 મહિના કરતાં વધુ સમયથી યુદ્ધ યથાવત્ છે. હાલ આ યુદ્ધ હજી રોકાવાની કોઈ શક્યતા નથી. દરમિયાન રશિયાન સૈન્યએ યુક્રેનમાં જમીન પર હુમલા શરૂ કર્યા બાદ પાંચ ગામડાઓ પર કબ્જો કરી લીધો છે. જો કે યુક્રેની અધિકારીઓએ હાલ આ વાતને કોઈ સમર્થન નથી આપ્યું.
આ ગામડાઓ પર કબ્જો કર્યાનો દાવો
યુક્રેનના ખાર્કિવ અને રશિયાની સરહદ પર એક વિવાદિત ગ્રે ઝોન આવેલો છે. મળતી માહિતીમાં અનેક કેટલાક યુક્રેની પત્રકારોને ટાંકીને જણાવ્યું કે બોરિસિવકા, પિલના અને સ્ટ્રિલેચાના ગામડાને શુક્રવારે રશિયન સૈનિકોએ કબ્જો કરી લીધો હતો. રશિયાએ એવો પણ દાવો કર્યો કે તેને પ્લેટેનિવકા પર કબ્જો કર્યો છે.
આ સ્થળે લડાય ચાલુ છે
યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ કહ્યું કે સ્ટ્રિલેચા અને પ્લેટેનિવકા તેમજ ક્રાસ્ત્રે, ઓલિનિકોવ, હૈતિશેમાં લડાય યથાવત્ છે. તેમને વધુમાં આગળ કહ્યું કે અમારા સૈનિક બીજા દિવસે વળતો હુમલો કરી રહ્યા છીએ અને યુક્રેની વિસ્તારની રક્ષા કરી રહ્યા છીએ.
હજારો લોકો સ્થળાંતર કરવા મજબૂર
આની પહેલા શુક્રવારે એક સંસ્થાએ કહ્યું હતું કે ઓછામાં ઓછા એક ગામડાને જપ્ત કરી લેવાયું છે.યુક્રેન અધિકારીઓની અનુસાર એમના વિસ્તારમાં થયેલા હુમલામાં અહીંના રહેણાક વસ્તીઓના 1,700થી વધુ નાગરિકોને પલાયન થવા મજબૂર કરી દીધા છે.
અમેરિકાએ યુક્રેનની મદદ માટે ફરી હાથ લાંબો કર્યો
એક દિવસ અગાઉ અમેરિકાએ એકવાર ફરીથી યુક્રેનની મદદ માટે હાથ લાંબો કર્યો હતો. જો બાઈડેન તંત્ર તરફથી યુદ્ધ માટે 400 મિલિયન ડોલરની સૈન્ય મદદની જાહેરાત કરી હતી. આ યુક્રેન માટે એક રાહતની ખબર છે કારણ કે રશિયાની તરફથી વધતા દબાણ વચ્ચે કીવને પશ્ચિમી દેશો તરફથી મદદની જરૂર છે. નવી સૈન્ય મદદ પેકેજમાં યુદ્ધ સામગ્રી, એન્ટિ એરક્રાફ્ટ મિસાઈલ સામેલ છે. જે યુક્રેનના આકાશની રક્ષા કરવા અને આના શહેરોને સલામત રાખવા મહત્ત્વપૂર્ણ છે.


