By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 hours ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    1 day ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    3 days ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    4 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ

Editor
Last updated: 2026/08/21 at 3:09 PM
4 minutes ago
Share
રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ
SHARE

રંગીલા રાજકોટમાં ‘રોયલ મેળા’નો ભવ્યારંભ

‘વોટર ફ્લો’ થીમ, ‘જલપરી શો’ અને ‘રોમન થીમ’ બન્યા આકર્ષણનું કેન્દ્ર

છેલ્લા ૧૫ વર્ષથી મનોરંજન પૂરું પાડતો નિલેશ હસમુખલાલ તુરખીયા આયોજિત ‘રોયલ મેળો’:

૧૫ વર્ષની ભવ્ય પરંપરા અને રંગીલા રાજકોટવાસીઓનો અવિરત પ્રેમ

 

અગ્ર ગુજરાત , રાજકોટ

સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ તેની ઉત્સવપ્રિયતા અને ‘રંગીલા’ મિજાજ માટે વિશ્વભરમાં જાણીતું છે. તહેવાર ગમે તે હોય, રાજકોટવાસીઓ તેને પૂર્ણ ઉત્સાહ અને આનંદથી ઉજવતા હોય છે. ખાસ કરીને જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે શહેરમાં ઉત્સવનો માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટવાસીઓના દિલ પર રાજ કરતો અને ‘રોયલ ફીલ’ કરાવતો ‘રોયલ મેળો’ આ વર્ષે પણ અવનવા આકર્ષણો, સંપૂર્ણ સુરક્ષા અને રોમાંચક થીમ્સ સાથે પ્રારંભ થઈ ચૂક્યો છે.

સફળ અને જાણીતા આયોજક નિલેશ હસમુખલાલ તુરખીયા દ્વારા આયોજિત આ રોયલ મેળો માત્ર એક મેળો નથી, પરંતુ રાજકોટની સંસ્કૃતિ અને આધુનિક મનોરંજનનો એક અદ્ભુત સંગમ છે. દર વર્ષે કઈંક નવું અને અનોખું પીરસવાની તેમની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ મેળામાં અભૂતપૂર્વ આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે, જે શહેરના બાળકો, યુવાનો અને વડીલો તમામ માટે આનંદનો સ્ત્રોત બની રહ્યા છે.

ગઇકાલથી વિધિવત રીતે પ્રારંભ થયેલો આ રોયલ મેળો આગામી તા. ૩૦ સપ્ટેમ્બર સુધી સતત રાજકોટવાસીઓ તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવતા સહેલાણીઓને ઉત્કૃષ્ટ મનોરંજન પૂરું પાડશે. આયોજકો દ્વારા મુલાકાતીઓની સુરક્ષા માટે આધુનિક ફાયર સેફ્ટી સાધનો, સીસીટીવી કેમેરા અને સિક્યોરિટી સ્ટાફની તૈનાતી કરવામાં આવી છે, જેથી કુટુંબ સાથે આવતા નાગરિકો ભયમુક્ત વાતાવરણમાં મેળાનો આનંદ માણી શકે.

મેળામાં પ્રવેશતાની સાથે જ મુલાકાતીઓને કોઈ અલગ જ વિશ્વમાં પહોંચી ગયા હોય તેવો અનુભવ થાય તે માટે આ વર્ષે વિશેષ ‘રોમન થીમ’ તૈયાર કરવામાં આવી છે. પ્રાચીન રોમન સંસ્કૃતિ અને મહેલોની સ્થાપત્ય શૈલીને ધ્યાનમાં રાખીને મેળાના એન્ટ્રી ગેટ અને મુખ્ય વિસ્તારોનું ડિઝાઈનિંગ કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ પ્રવેશતાની સાથે જ રોમન સામ્રાજ્યના ભવ્ય વાતાવરણનો લુપ્ત ઉઠાવી શકે છે. આ શાનદાર થીમ ફોટોગ્રાફીના શોખીનો અને યંગ જનરેશન માટે એક ઉત્તમ સ્પોટ બની ગઈ છે. લોકો અહીં પરિવાર અને મિત્રો સાથે યાદગાર તસવીરો ખેંચાવી રહ્યા છે.

ગઇકાલથી મેળાનો પ્રારંભ થતાં જ રાજકોટવાસીઓએ તેને ઉષ્માભર્યો આવકાર આપ્યો છે. માત્ર પ્રથમ બે જ દિવસના ટૂંકા ગાળામાં ૫૦૦ થી વધુ સહેલાણીઓએ મેળાની મુલાકાત લઈને આ નવી થીમ્સ અને આકર્ષણોનો આનંદ માણ્યો છે. જન્માષ્ટમીનો મુખ્ય તહેવાર નજીક આવી રહ્યો હોવાથી આગામી દિવસોમાં અહીં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે તેવી શક્યતા છે.

આયોજકો દ્વારા મેળામાં મનોરંજનની સાથોસાથ નાગરિકોની સુવિધાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. ૧૫૦ ફૂટ રિંગ રોડ પર, શીતલ પાર્ક બસ સ્ટોપની તદ્દન સામે અને પારિજાત પાર્ટી પ્લોટ પાસે સ્થિત આ સ્થળ શહેરના તમામ વિસ્તારોથી સરળતાથી પહોંચી શકાય તેવું છે.

મેળામાં આવતા મુલાકાતીઓ માટે તંત્રના ધારાધોરણ મુજબ સ્વચ્છતાની સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પરિસરમાં સફાઈ જાળવવામાં આવે છે. આ ઉપરાંત, વાહનોના ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા ન સર્જાય તે માટે વિશાળ પાર્કિંગ ઝોન બનાવવામાં આવ્યો છે. જેથી કરીને મેળામાં આવતા મુલાકાતીઓને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે અને બાળકો સુરક્ષિત રીતે મેળાનો આનંદ માણી શકે.

છેલ્લા ૧૫ વર્ષથી ગુણવત્તા, સુરક્ષા અને મનોરંજનનો પર્યાય બનેલો ‘રોયલ મેળો’ આ વર્ષે પણ નવીનતમ થીમ્સ સાથે રાજકોટની શાન બની રહ્યો છે. જો તમે પણ આ જન્માષ્ટમીના તહેવારોમાં પરિવાર અને મિત્રો સાથે યાદગાર ક્ષણો માણવા માંગતા હોવ, તો ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલ રોયલ મેળાની મુલાકાત ચોક્કસથી લેવી જોઇએ તેમ અંતમાં આયોજક નિલેશભાઇ તુરખીયાએ જણાવ્યું હતું.

ગુજરાતની પ્રથમ ‘વોટર ફ્લો’ થીમ: પ્રકૃતિ અને ઝરણાંનો રોમાંચક અનુભવ

આ વર્ષના રોયલ મેળાનું સૌથી મોટું અને વિશેષ આકર્ષણ ‘વોટર ફ્લો’ થીમ છે, જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત રજૂ કરવામાં આવી છે. આ થીમ મેળામાં આવતા મુલાકાતીઓને એક અદભુત અને કુદરતી વાતાવરણનો અનુભવ કરાવે છે. આ ‘વોટર ફ્લો’ થીમ અંતર્ગત એવું આયોજન કરવામાં આવ્યું છે જેથી લોકોને કોઈ પહાડી વિસ્તારમાં કુદરતી ઝરણાં નીચે ઊભા હોય અને પ્રકૃતિના ખોળામાં વિહાર કરતા હોય તેવો જ અહેસાસ થાય. ઉનાળા અને બફારા બાદ તહેવારોના દિવસોમાં લોકો આ બનાવટી ઝરણાં નીચે નાહી પણ શકે છે અને સ્નાન કરીને ગરમીમાંથી રાહત મેળવી શકે છે. આ નવતર પ્રયોગે નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી તમામના દિલ જીતી લીધા છે.

જલપરી શો, સેલ્ફી પોઈન્ટ્સ અને ધમાકેદાર ડાન્સ ફ્લોર

રોયલ મેળામાં માત્ર રાઈડ્સ જ નહીં પરંતુ મનોરંજનના તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે:

  1. જલપરી શો: બાળકો અને વિજ્ઞાન-કાલ્પનિકતાના શોખીનો માટે વિશેષ ‘જલપરી શો’નું આયોજન કરવામાં આવ્યું છે, જે બાળકોમાં ભારે કૌતુક અને આકર્ષણ જગાડી રહ્યો છે.
  2. આકર્ષક સેલ્ફી પોઈન્ટ્સ: વર્તમાન ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા માટે કન્ટેન્ટ બનાવવા માંગતા યુવાનો માટે મેળામાં વિવિધ થીમ આધારિત સુંદર સેલ્ફી પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે.
  3. ધમાકેદાર ડાન્સ ફ્લોર: સંગીતના તાલે જુમવા માંગતા ખેલૈયાઓ માટે એક વિશાળ ‘ડાન્સ ફ્લોર’ પણ રાખવામાં આવ્યો છે, જ્યાં લોકો વિવિધ લોકપ્રિય ગીતો પર ડાન્સ કરીને મેળાનો ડબલ આનંદ માણી શકે છે.

શહેરીજનોને કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો અમે : નિલેશ તુરખીયા

“રાજકોટ અને સૌરાષ્ટ્ર તેમજ સમગ્ર ગુજરાતમાં ‘રોયલ મેળા’નું આયોજન તંત્રના નિયમો અને ધારાધોરણ મુજબ જ કરવામાં આવે છે. આ વર્ષે રાજકોટવાસીઓને કઈંક તદ્દન અલગ અને નવું પીરસવાનો અમારો નમ્ર પ્રયાસ હતો, જેમાં અમે સફળ થયા છીએ. ‘વોટર ફ્લો’ થીમ દ્વારા લોકોને પહાડી પ્રકૃતિનો અહેસાસ કરાવવાનો અમારો હેતુ છે. મુલાકાતીઓની સુરક્ષા અને સુવિધા એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે.”

સરકારી ધારાધોરણો અને સ્થાનિક તંત્રની મંજૂરી સાથે સુરક્ષિત આયોજન

જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતાં જ શહેરમાં અનેક જગ્યાએ ખાનગી મેળાઓ શરૂ થતાં હોય છે, પરંતુ સુરક્ષા અને વ્યવસ્થાના નિયમોનું પાલન કરવું સૌથી અગત્યનું હોય છે. ‘રોયલ મેળા’ના આયોજક નિલેશભાઈ તુરખીયા દ્વારા તંત્રના તમામ નીતિ-નિયમો અને ધારાધોરણોનું અક્ષરશઃ પાલન કરવામાં આવ્યું છે. સ્થાનિક તંત્ર તથા સંબંધિત વિભાગોની વિધિવત મંજૂરી મેળવ્યા બાદ જ આ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વિવિધ રાઇડસ

ઇન્જોય રાઇડસ, જોઇન્ટ વ્હિલ, નાવડી, બ્રેક ડાન્સ, ટોરા ટોરા, કટ્ટર ફિલર, મીની ટ્રેન, મહારાજા ટ્રેન, રેન્જર રાઇડસ, મીક્ષર હાઇટસ, ડ્રેગન ટ્રેન

૪૮ કેમેરા, ૨૦ ગાર્ડ અને ૧૫ વોલન્ટરીનું સુરક્ષા કવચ

મેળામાં આવતા મુલાકાતીઓની સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. સુરક્ષાને અગ્રતા આપવા માટે ૪૦ જેટલા સીસીટીવી કેમેરા સમગ્ર મેળામાં લગાવવામાં આવ્યા છે. જેથી કરીને કોઇપણ અઘટીત ઘટના રોકી શકાય અને તેના પર નજર રાખી શકાય. ઉપરાંત ૨૦ જેટલા ગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે અને ૧૫થી વધુ વોલન્ટરી રાખવામાં આવ્યા છે.

નજીવા દરે આનંદ માણવાનું સ્થળ એટલે ‘રોયલ મેળો’

વર્તમાન સમયમાં મોંઘવારીએ માઝા મૂકી છે. દરેક ચીજવસ્તુઓના ભાવોમાં તોતીંગ વધારા ઝીંકવામાં આવી રહ્યાં છે. પરંતુ ‘રોયલ મેળા’એ લોકોને સસ્તામાં મનોરંજન મળી રહે તે માટેનું પણ આયોજન કર્યુ છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ ટિકિટના દર યથાવત રાખવામાં આવ્યા છે. લોકો ૧૦૦ રૂપિયાની ટિકિટથી મેળામાં એન્ટ્રી કરી શકે છે અને મેળાનો આનંદ માણી શકે છે.

You Might Also Like

વ્યાજ માફી મળતા 3.૬૦ લાખ કરદાતાએ ૨૬3.૮૧ કરોડ વેરો ભર્યો

ધરાર માર્કેટ, પરાબજાર, ગુંદાવાડી, પેડક રોડ, કોઠારીયા, મવડી રોડ પર ફરી દબાણ

રાજકોટમાં બેફામ વેંચાતો દારૂ : કોંગ્રેસના આક્ષેપ

રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારમાં રાજકોટ ડિવિઝન ૬૬ વધારાની ST દોડાવશે

ખેતીની જમીનના સોદામાં રાજકોટના કારખાનેદાર સાથે 35 લાખની છેતરપિંડી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
ધર્મ

ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ

Editor By Editor 4 days ago
ચારના મોતથી ખુશી માતમમાં ફેરવાઈ
કોઠારીયા કોલોનીમાં વૃક્ષ છેદન અને વોંકળા પરના બાંધકામના વિરોધમાં ધરણાં
દીવના વણાંકબારા દરિયામાં ફિશિંગ બોટ ફસાઈ: ભારે મથામણ અને સ્થાનિકોની મદદથી બોટ બહાર કઢાઈ
સાવરકુંડલાની લલ્લુભાઈ શેઠ હોસ્પિટલને મુખ્યમંત્રી અને રાજ્યપાલના હસ્તે રાજ્યકક્ષાએ ગૌરવપૂર્ણ સન્માન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?