- 19.24 કરોડનો ટેક્સ ન ભરતા RTOની કાર્યવાહી
- ગત વર્ષે 8.52 કરોડની ટેક્સ વસૂલી કરી હતી
- બ્લેકલિસ્ટ કરાયેલા વાહનોની કોઈપણ કામગીરી નહીં થઈ શકે
નાણાકીય વર્ષ 2023-24માં નડિયાદ આરટીઓ કચેરી દ્વારા 5491 વાહન માલિક પાસેથી કુલ રૂ 8.52 કરોડનો ટેક્સ વસુલ કર્યો હતો. ત્યારે રૂા. 19.24 કરોડ ટેક્સ ન ભરાતા 4073 વાહનને બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 296 વાહન માલિકો નોટિસ આપવામાં આવી છે. ત્યારે 3 વાહન માલિકો સામે ટેક્સ વસુલ કરવાની કાર્યવાહી કરી વાહન પર બોજો દાખલ કરવામાં આવ્યો છે.
ગયા વર્ષે શું હતી સ્થિતિ
ગયા વર્ષની વાત કરીએ તો કચેરીએ 5491 વાહનોના માલિકો પાસેથી કુલ 8.52 કરોડ રૂપિયાનો ટેક્સ વસૂલ્યો હતો. આ સાથે જ બાકી રહેલા માલિકો પર પણ કાર્યવાહી કરી હતી. આ સાથે જ આ વાહનોના માલિકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે.
વાહન માલિકોની કેવી રીતે વધશે મુશ્કેલી
જે વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે તે વાહનોના માલિકો તેમના વાહનોને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી કરી શકશે નહીં. આરટીઓના કોઈ પણ કામ પણ થઈ શકશે નહીં. જે વાહનોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે તે વાહનોના માલિકો પાસેથી ટેક્સ વસૂલવા માટે સંબંધિત તાલુકા મામલતદાર, ચીફ ઓફિસર, સીટી સર્વે ઓફિસ પાસેથી પણ બાકી રકમની વસૂલાત કરાશે. જ્યાં સુધી વાહન ચાલકો ટેક્સ નહીં ભરે ત્યાં સુધી તેઓ વાહનને વેચી શકશે નહીં, જેમનું વાહન ચોરી થયું છે તેવા માલિકો વાહન બ્લેક લિસ્ટની અરજી કરી શકે છે. વાહનના બ્લેક લિસ્ટ થયાની અરજી પણ પોર્ટલ પર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે નડિયાદ આરટીઓએ કુલ 4073 વાહનોને બ્લેકલિસ્ટ કર્યા છે અને તેમાંથી 300ને ખાસ શોર્ટલિસ્ટ કરી દેવામાં આવ્યા છે. આ વાહનચાલકોની મુશ્કેલીઓ વધી શકે છે.


