વીજ કંપની દ્વારા ૧૧૯૭ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવતા કરા અને તોફાની વરસાદ સાથે આવેલ મીની વાવાઝોડાને કારણે પીજીવીસીએલ હેઠળના કુલ ૧૨૦૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલ. જેમાંથી ૧૧૯૭ ગામોમાં પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી આપવામાં આવેલ. હાલ ૮ ગામોમાં વીજ પુરવઠો બાકી હોય તેને શરુ કરવાની કામગીરી ચાલી રહી છે. જે આજે સાંજ સુધીમાં વીજ પુરવઠો કાયમ થઇ જનાર છે. જયારે કુલ ૬૩૨ બંધ ફીડરમાંથી જ્યોતિગ્રામ યોજનાના ૫ ફીડર અને ખેતીવાડીના ૬૨૭ ફીડર બંધ છે જેને રીસ્ટોર કરવા માટે કામગીરી ચાલી રહી છે. આમ જે ફીડરો બંધ છે તે તમામ ચાલુ કરી દેવા માટે વીજ કપની દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે અને બે ત્રણ દિવસમાં કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે તેમ વીજ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ માં ગત રાત્રીના અતિ ભારે પવન અને વરસાદ નાં કારણે એચ. ટી. ૧ સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી. ૨ સબ ડિવિઝન હેઠળ SRP અને ગુરુકુળ ફીડર જયારે એચ.ટી. ૩ સબ ડિવિઝન હેઠળ વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રીપ થયેલ. ઉપરોક્ત તમામ ગામોમાં ઝડપથી વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે એમ.ડી.પ્રતી શર્માના માર્ગદર્શન હેઠળ વીજ કપની ટીમો દ્વારા વીજ પુરવઠો ચાલું કરી દેવામાં આવ્યો હતો.


