- સંદેશ ન્યૂઝે બિયારણના કાળાબજારનો કર્યો હતો પર્દાફાશ
- 50 જેટલા એગ્રો સેન્ટરો પર ખેતીવાડી વિભાગની તપાસ
- એગ્રો સેન્ટર પર રજિસ્ટર સહિત ગોડાઉનમાં તપાસ કરાઈ
છેલ્લા કેટલાયે સમયથી બોટાદ શહેરમાં કપાસના બિયારણની અછતને લઇને વ્યાપક માત્રામાં ફરિયાદ સામે આવી હતી. બિયારણનું કાળા બજાર થતપ હોવાના સતત સમાચાર મળી રહ્યા હતા. સમગ્ર મામલાની ગંભીરતાને જોતા સંદેશ ન્યૂઝ પર સતત સમાચાર આવી રહ્યા હતા. સંદેશ ન્યૂઝના અહેવાલની અસર બોટાદ શહેર જિલ્લામાં કપાસના બિયારણની અછત અને કાળા બજાર થતો હોવાની રજૂઆત ને લઈને ખેતીવાડી વિભાગ આવ્યું હરકતમાં.
બોટાદમાં એગ્રો સેન્ટર પર તપાસ હાથ ધરી

ખેતીવાડી વિભાગના મદદનીશ નિયામક અને અધિકારીઓ દ્વારા બોટાદમાં એગ્રો સેન્ટર પર તપાસ હાથ ધરી.ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા શહેરનાં 50 જેટલાં એગ્રો સેન્ટરો પર તપાસ કરવામાં આવી હતી.

અધિકારીઓ દ્વારા એગ્રો સેન્ટરો પર સ્ટોક રજીસ્ટર તેમજ ગોડાઉન કરી રહ્યાં છે ચેક
શહેરનાં પાળીયાદ રોડ માર્કેટિંગ યાર્ડની બાજુમાં આવેલા એગ્રો સેન્ટરો પર તપાસ શરૂ.અધિકારીઓ દ્વારા એગ્રો સેન્ટરો પર સ્ટોક રજીસ્ટર તેમજ ગોડાઉન કરી રહ્યાં છે ચેક. ખેડુતો દ્વારા કપાસના બિયારણની અછત તેમજ કાળા બજારની ખેડુતો ફરીયાદ કરતા હતા.કંપનીઓ દ્વારા માલનો સપ્લાઈ ઓછો છે જેથી બિયારણની અછત દેખાય છે. સાતેક દિવસોમાં તમામ બિયારણો મળતા થઈ જશે તેમ ખેતીવાડી મદદનીશ ખેતી નિયામકે જણાવ્યું હતુ.


