- કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેવા વિદ્યાર્થીઓને હૉસ્ટેલમાં રહેવાની નોબત
- 13 મેના રોજ ઈજિપ્ત અને પાકિસ્તાની વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી બાદ મામલો બિચક્યો
- વિદ્યાર્થીઓ માટે સરકારે ગાઈડલાઈન જાહેર કરી નંબર પણ આપ્યો
કિર્ગિસ્તાનમાં ગત 13 મેના બાદ ત્યાં હિંસા ફાટી નીકલી છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓની સાથે ભારતીય વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરાઈ રહ્યા છે. તેમને ઓળખીને માર મરાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે પાકિસ્તાની યુવતીઓ સાથે છેડતી કરાઈ હતી. હુમલાખોરોએ છાત્રાલયમાં ઘુસી જઈ મારામારી કરી હતી. આવતા અઠવાડિયે પરીક્ષા લેવાની છે. અને આની પહેલા ત્યાંની સ્થિતિ તંગ છે. જેથી વિદ્યાર્થીઓને છાત્રાલયમાં રહેવાની નોબત આવી છે.
દેશના કેટલા રાજ્યના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. ત્યાં મેડિકલનો અભ્યાસ કરવા જતા ત્યાં હોસ્ટેલમાં રહેવાનો વારો આવ્યો છે. જો કે સરકારે છાત્રાલય બહાર ન જવા સૂચના આપી છે.
આખી ઘટના શું છે ?
મળતી માહિતી અનુસાર, કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં ગત અઠવાડિયે કેટલાક સ્થાનિકોએ પાકિસ્તાન અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ પર હુમલો કર્યો હતો. જેથી કેટલાક લોકોએ આ આખી ઘટનાનો મોબાઈલથી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. જેથી આના લીધે મામલો વધુ ઉગ્ર બન્યો હતો. 13મેના રોજ જે વાયરલ વીડિયો થયો હતો. એમાં પાકિસ્તાન અને ઈજિપ્તના વિદ્યાર્થીઓ હતા. પરંતુ આમાં સ્થાનિક લોકો એટલા રોષે ભરાયા કે તેમને તમામ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલા શરૂ કરી દીધા હતા.
કિર્ગિસ્તાનમાં ભણતા રાજસ્થાનના એક વિદ્યાર્થીએ આખો ઘટનાક્રમ જણાવ્યો
વિદ્યાર્થીએ જણાવ્યું કે ઘટના ગત 13 મેના રોજ બની હતી. કેટલાક સ્થાનિક લોકો દારૂ પીને નશાની સ્થિતિમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ પાસે સિગારેટ માગી પરંતુ તેમની પાસે ન હોવાથી આ મુદ્દે ઝઘડો થઈ ગયો અને બાદમાં સ્થાનિક લોકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓને માર માર્યો અને ત્યાંથી ચાલ્યા ગયાં હતાં. બાદમાં અન્ય મિત્રો સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓના ફ્લેટ પર આવી ત્યાં સામાન ચોરી કરીને લઈ ગયા બાદ આગળ શું થયું તેની ખબર નથી પરંતુ 17 મેના રોજ ફરીથી ઈજિપ્તના લોકોએ છાત્રાલયમાં ત્રણ લોકો ઘુસી જઈને યુવતીઓ સાથે છેડતી કરતા અને ઈજિપ્તતના વિદ્યાર્થીઓએ સ્થાનિકોને માર્યા હતા. જો કે બાદમાં તેઓ ત્રણેય ત્યાંથી પલાયન થઈ ગયા હતા. બાદમાં થોડીવાર પછી સ્થાનિકો 100થી 150 લોકો આવીને મારામારી શરૂ કરી દીધી હતી.
આ વખતે જે પણ દેખાય તેને ત્યાંના સ્થાનિકોએ મારામારી શરૂ કરી દીધી હતી. જો કે હવે અગાઉ કરતાં સ્થિતિ સારી છે. 17 મે બાદ કોઈ છાત્રાલયથી બહાર નથી નીકળતા. ફલાઈટ પણ 20 દિવસ પછીની બુકિંગ થઈ રહી છે. ગાઈડલાઈન પણ જાહેર કરાઈ છે. રાજસ્થાન સિવાય અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને વિદેશ મંત્રાલયે મદદ માટે ઈમરજન્સી નંબર આપ્યા છે.


