- સાળંગપુર ધામનો વિશ્વમાં અનોખો મહિમા
- મગંળવાર-શનિવાર અને પૂનમના દિવસે દાદાને કરાયા છે ખાસ શણગાર
- સવારે 5.30 કલાકે દાદાની કરાઈ મંગળા આરતી
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે સવારે 5:30 વાગ્યે મંગળા આરતી પૂજારી ધર્મકિશોર સ્વામી દ્વારા તથા 7:00 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. હનુમાનજી દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને રંગબેરંગી ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.
ભકતોમાં જોવા મળી ખુશી
તો હરિ મંદિરમાં પૂનમ નિમિત્તે સાંજે 05:30 વાગ્યે શ્રીકષ્ટભંજનદેવનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે. ફૂલોના શણગાર સાથોસાથ ફળ, પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવ્યા હતા. પુષ્પવર્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

શું કહ્યું ડીકે સ્વામીએ
હનુમાનજી દાદાને કરાયેલા શણગાર વિશે વાત કરતા પૂજારી ધર્મકિશોર સ્વામીએ જણાવ્યું કે,આજે દાદાને સેવંતી અને ગુલાબના ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના સિંહાસને 30 કિલો ફુલનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. સંતો, પાર્ષદ અને ભક્તો સહિત 6 લોકોએ 4 કલાકની મહેનતે આ શણગાર કરવામાં આવ્યો છે.


