ગાંધીનગરગુજરાતન્યૂઝ ગુજરાતની જનતાને ગરમીથી બચવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અપીલ Last updated: 2024/05/23 at 6:55 PM 2 years ago Share SHARE ગુજરાતના મારા વ્હાલા સૌ નાગરિક ભાઈ-બહેનો, આપણે બધા જ હાલ આકરા તડકા અને અતિશય ગરમીનો અનુભવ કરી રહ્યા છીએ. હવામાન વિભાગે પણ હીટ વેવ સાથે તાપમાન હજુ વધુ ઊંચું જવાની આગાહી કરી છે. આ આકરા તાપમાં સૌની આરોગ્ય સલામતી જળવાય અને હીટ વેવની અસરોથી લોકોને બચાવી શકાય તે માટેનું આયોજન પણ રાજ્ય સરકાર સંબંધિત વિભાગો સાથે કરી રહી છે. ‘સાવચેતી એ જ સલામતી’ એવા અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. આપ સૌને મારો ખાસ અનુરોધ છે કે,તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ નીકળીએ. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને ડી-હાઇડ્રેશનથી બચીએ. લૂ લાગવી – સન સ્ટ્રોક લાગવો કે ગરમીના પ્રકોપને કારણે સ્વાસ્થ્યને અસર પડે તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્ર-દવાખાનાનો સંપર્ક કરીએ. આ હીટ વેવ, અતિશય ગરમી અને તાપની સ્થિતિમાં સૌ સાવચેતી, સલામતી અને સતર્કતા રાખીએ. You Might Also Like વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ Share This Article Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print Follow USFind US on Social Medias Facebook Like Twitter Follow Instagram Follow Youtube Subscribe Popular News - Advertisement -