- કોંગ્રેસના આક્ષેપ પર અરવિંદ રૈયાણીનો જવાબ
- કોઇ પદ પર હોઇએ તો આમંત્રણ આવતું હોયઃ રૈયાણી
- આમંત્રણ આવતું હોય તો બધે જતા હોઇએઃ રૈયાણી
રાજકોટમાં અગ્નિકાંડ બાદ હવે રાજકારણ શરૂ થયું છે,કેટલાક નેતાઓ અને અધિકારીઓ આ ગેમઝોનમા ગયા હતા તે વખતના ફોટા વાયરલ થઈ રહ્યાં છે,આ આંગકાડમાં કોગ્રેસ રાજકોટ ભાજપના નેતાઓ પર આક્ષેપ કરી રહી છે કે,આ ગેમ ઝોનમાં તે લોકોની કયાંક સંડોવણી હોઈ શકે છે.ત્યારે રાજકોટ ભાજપના પૂર્વ નેતા અરવિંદ રૈયાણીએ કોગ્રેસની વાત પર વળતો પ્રહાર કર્યો હતો.
અમે ગેમઝોનમાં ગયા ન હતાઃ રૈયાણી
ભાજપના નેતા અરવિંદ રૈયાણીનું કહેવું છે ક,કોંગ્રેસ રાજકારણ ના કરે તો આ સમગ્ર મામલે હું ક્યાંય પણ જવાબદાર હોઉ કે મારી સંડોવણી ખુલે તો મારી સામે કાર્યવાહી કરો,હું આ ગેમ ઝોન સાથે સીધી કે આડકતરી રીતે ક્યાંય સંડોવાયો નથી,મારી પૂરી સંવેદના છે અને આવું રાજકોટ જ નહી કોઈ જગ્યાએ થવું ન જોઈએ.
8 અધિકારીને સસ્પેન્ડ કરાયા
રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી છે. જેમાં જવાબદાર 8 અધિકારીને સસ્પેન્ડ કરાયા છે. જેમાં RMCના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે. સાથે આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને સસ્પેન્ડ કરાયા છે. ઉપરાંત રાજકોટ શહેરના બે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસ વડા દ્વારા વી. આર. પટેલ અને એન. આઈ. રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1-આર. એન. બી. વિભાગના ડેપ્યુટી એન્જિનિયર
2-ગૌતમ ડી. જોશી, RMCના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર
3-જયદિપ ચૌધરી, ટાઉનપ્લાનિંગ શાખાના આસિ. એન્જિનિયર
4-એમ. આર. સુમા, નાયબ કાર્યાલય ઈજનેર
5-વી. આર. પટેલ, પીઆઈ
6-એન. આઈ. રાઠોડ, પીઆઈ
7-પારસ એમ. કોઠિયા, નાયબ કાર્યપાલક ઇજનેર
8-રોહિત વિગોરા, ફાયર સ્ટેશન ઓફિસર


