- અત્યાર સુધી 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું
- રાજકોટમાં નવા CP બ્રજેશ ઝાએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો
- અગ્નિકાંડમાં તપાસ માટે ગયેલી SIT ટીમ પરત ફરી
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડના મૃત્યુઆંકમાં વધારો થયો છે. અત્યાર સુધી 30 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. જેમાં રાજકોટમાં નવા CP બ્રજેશ ઝાએ તાત્કાલિક ચાર્જ સંભાળ્યો છે. તેમજ રાજકોટના નવા CP બ્રજેશ ઝાએ DCP સાથે બેઠક કરી છે. તથા કેટલા આરોપીઓ પકડવાના બાકી છે તે વિગત મેળવી છે.
અગ્નિકાંડમાં તપાસ માટે ગયેલી SIT ટીમ પરત ફરી
અગ્નિકાંડમાં તપાસ માટે ગયેલી SIT ટીમ પરત ફરી છે. તેમજ અધિકારીઓ, કર્મચારીઓના નિવેદનો પર રીપોર્ટ તૈયાર થશે. જેમાં 25 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓની પૂછપરછ કરાઈ છે. અત્યાર સુધીમાં કુલ 17 લોકોનાં DNA મેચ થયા છે. તેમજ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરને રાજકોટ પોલીસને સોંપાયો છે. જેમાં બનાસકાંઠા LCBએ આબુ રોડથી ધવલ ઠક્કરને ઝડપ્યો હતો. અશોક જાડેજા, કિરીટસિંહ જાડેજા હજુ ફરાર છે. પ્રકાશચંદ હિરનનો હજુ સુધી કોઇ પત્તો મળ્યો નથી. તેમજ અગ્રિકાંડ બાદ સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પૂછપરછ કરાઇ રહી છે. જેમાં 4 ઈજનેર, 2 પીઆઈની મોડી રાત સુધી પૂછપરછ કરાઇ છે.
ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ માટે નવા નિયમો બનશે
અગ્રિકાંડ બાદ રાજ્ય સરકાર નવી નીતિ મામલે સમાચાર આવ્યા છે. જેમાં ગેમઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક, બોટિંગ માટે નવા નિયમો બનશે. તથા રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો તૈયાર કરવા નિર્દેશ છે. તેમજ નવા નિયમો બનાવવા ખાસ કમિટીની રચના કરાઈ છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમઝોન માટે બે પ્રકારના સર્ટિ હશે. તથા ફાયરના સર્ટિ. માટે ખાસ વેબસાઈટ બનાવવામાં આવશે. ઓનલાઈન મંજૂરી, તપાસની વિગતો વેબસાઈટ પર જોઈ શકશે. 1 મહિનામાં નિયમોની તૈયારીની કામગીરી પૂર્ણ કરવા સૂચના અપાઇ છે.


