- ત્રણ મહિનામાં 45 દેશોમાં 56,634 કેસ નોંધાયા, ચાર મૃત્યુ
- રસીકરણને વેગીલું બનાવવાની WHO દ્વારા સલાહ અપાઈ
- વર્ષ 2023માં ઓરી અછબડાના કુલ 61,070 કેસ અને 13 મૃત્યુ નોંધાયા હતા
વિશ્વ આરોગ્ય સંગઠને મંગળવારે ચેતવણી આપી છે કે સતત બીજા વર્ષે માથું ઊંચક્યું છે. વર્ષ 2023માં નોંધાયેલા કુલ કેસને આ વર્ષમાં નોંધાયેલા નવા કેસના આંકડા ટૂંકસમયમાં જ વટાવી જશે. સંગઠને રસીકરણના પ્રયાસને વેગીલા બનાવવા સલાહ આપી છે. હુ યુરોપિયન રિજિયનમાં યુરોપ ઉપરાંત મધ્ય એશિયાના કેટલાક દેશોનો પણ સમાવેશ થાય છે. આ પ્રદેશના 53 દેશો પૈકી 45 દેશોમાં આ નાણાકીય વર્ષના વીતેલા ત્રણ જ મહિનામાં 56,634 કેસ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2023માં આ ક્ષેત્રમાં ઓરી અછબડાના કુલ 61,070 કેસ અને 13 મૃત્યુ નોંધાયા હતા. વર્તમાન વર્ષનો કેસનો આંકડો ટૂંક સમયમાં જ તેને વટાવી જશે. વર્ષ 2022માં નોંધાયેલા કેસને મુકાબલે તો વર્તમાન વર્ષમાં 60 ગણા કેસ નોંધાઈ ચૂક્યા છે. વર્ષ 2022માં 941 કેસ નોંધાયા હતા.
હુ યુરોપના નિયામક હેન્સ ક્લુગેએ તમામ પ્રભાવિત દેશોને તાકીદે રસીકરણના પગલાં લેવા સલાહ આપી છે. ઓરી અછબડા એક એવો રોગ છે કે જે વાઇરસથી થાય છે. શ્વાસોચ્છાસ, ખાંસી કે શરીદીના માધ્યમથી તેનું સંક્રમણ ઝડપથી ફેલાય છે. હૂએ જણાવ્યું છે કે રોગ સામે પ્રતિકારક શક્તિ ખિલવવા ઓછામાં ઓછા 95 ટકા બાળકોના સંપૂર્ણ રસીકરણની જરૂર છે.
27 દેશોમાં ઓરી અછબડાએ પુનઃ દેખા દીધા
વિશ્વ આરોગ્ય સંગઠને જણાવ્યું છે કે એક સમયે જે 33 દેશોમાંથી ઓરી અછબડા નાબૂદ થયો હોવાનું મનાઈ રહ્યું હતું, તે પૈકી 27 દેશોમાં ઓરી અછબડાએ પુનઃ દેખા દીધા છે. અઝરબૈજાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાન જેવા દેશો સૌથી વધુ પ્રભાવિત છે. એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન આ દેશોમાં પ્રતિ દશ લાખની વસતીએ ઓરી અછબડાના કેસોનું પ્રમાણ અનુક્રમે 2771, 2148 અને 1851 રહ્યું હતું. પિૃમ યુરોપના ઓસ્ટ્રિયાનો પણ ટોચના 10 પ્રભાવિત દેશોમાં સમાવેશ થાય છે. અહીં પ્રતિ દશ લાખે 50 કેસ નોંધાયા છે.


