રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારીમાં રૂ.3૯.૬3 કરોડના ૪3 કામોને લીલીઝંડી
૫૨ આંગણવાડી, ૨૫ નવી ગ્રામ પંચાયત બિલ્ડીંગ અને ૧3 રસ્તાઓના કામોની મંજૂરી : 3 નવા કોમ્પ્યુટર સેટ ખરીદાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠકમાં રૂ.૩૦.૧૬ કરોડના ટેન્ડર તથા રૂ.૯.૪૭કરોડના વહીવટી કામો મળી રૂ.૩૯.૬૩ કરોડના ૪૩ કામોની મંજૂરી આપવામાં આવી હતી.
સિંચાઇના કુલ ૫ કામોના ટેન્ડર કુલ રૂ.૨,૧૪,૩૯,૮૪૨/- (બે કરોડ ચૌદ લાખ ઓગણચાલીસ હજાર આઠસો બેતાલીસ રૂપિયા પૂરા) તથા કુલ ૯ કામોની વહીવટી મંજૂરી કુલ રૂ.૯,૪૦,૯૨,૦૦૦/- (નવ કરોડ ચાલીસ લાખ બાણુ હજાર રૂપિયા પૂરા) આમ, સિંચાઇના કુલ ૧૪ કામો કુલ રૂ.૧૧,૫૫,૩૧,૮૪૨/- (અગિયાર કરોડ પંચાવન લાખ એકત્રીસ હજાર આઠસો બેતાલીસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્યા.
બાંધકામના કુલ ૨૭ કામોના ટેન્ડર કુલ રૂ.૨૮,૦૧,૭૦,૬૫૦/- (અઠ્યાવીસ કરોડ એક લાખ સીત્તેર હજાર છસો પચાસ રૂપિયા પૂરા) મંજૂર કરવામાં આવ્યા. જેમાં રાજકોટ જિલ્લાની જુદા જુદા ગામની કુલ પર આંગણવાડી બિલ્ડીંગ, ૨૫ નવી ગ્રામ પંચાયત બિલ્ડીંગ તેમજ ૧૩ રસ્તાઓના કામોની મંજુરી આપવામાં આવી.
મહેકમ શાખા ખાતે નવા ૩ કમ્પ્યુટર સેટ ખરીદવા માટે રૂ.૩,૫૦,૦૦૦/- (ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા પૂરા) સુધીના ખર્ચ મંજૂરી આપવામાં આવી. વહીવટ શાખા ખાતે નવા ૨ કમ્પ્યુટર સેટ તથા પ્રિન્ટર ખરીદવા માટે રૂ.3,00,000/- (ત્રણ લાખ રૂપિયા પૂરા) સુધીના ખર્ચ મંજૂરી આપવામાં આવી.
આમ, સિંચાઇ, બાંધકામ, મહેકમ અને વહીવટ શાખાના કુલ ૪૩ કામો રૂ.૩૯,૬૩,૫૨,૪૯૨/- (ઓગણચાલીસ કરોડ ત્રેસઠ લાખ બાવન હજાર ચારસો બાણુ રૂપિયા પૂરા)ના ટેન્ડર, વહીવટી તેમજ ખર્ચની મંજૂરી આપવામાં આવેલ છે.
બેઠકમાં અધ્યક્ષ નરશીભાઈ સોજિત્રા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના સભ્યો, જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીઓ હાજર રહેલ હતા.


