- સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી
- પવનોની દિશા બદલાતા ઘટ્યું તાપમાન
- અમદાવાદમાં 42, ગાંધીનગરમાં 41.7 ડિગ્રી
રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે. જેમાં રાજ્યમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. પવનોની દિશા બદલાતા તાપમાન ઘટ્યું છે. ત્યારે સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42.1 ડિગ્રી નોંધાયુ છે. તેમજ અમદાવાદમાં 42, ગાંધીનગરમાં 41.7 ડિગ્રી તાપમાન રહ્યું છે.
કચ્છમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી
ભાવનગરમાં 40.9 ડિગ્રી, અમરેલીમાં 40.2 ડિગ્રી, રાજકોટમાં 40.1 ડિગ્રી, ડીસામાં 39.5 ડિગ્રી તેમજ વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 39.7 ડિગ્રી તાપમાન રહ્યું છે. જેમાં પવનની ગતિ 25થી 30 કિમી પ્રતિકલાક રહેશે. તથા બનાસકાંઠા, પાટણ તથા સુરેન્દ્રનગર અને કચ્છમાં ડસ્ટસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે.
4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે
ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે સમગ્ર રાજ્યમાં આંધી સાથે ભારે પવન ફૂંકાશે. તથા 4 જૂને ઉત્તર, મધ્ય ગુજરાતમાં પારો 41થી 44 ડિગ્રી રહેશે. ગુજરાતમાં તાપ સાથે સૂસવાટાભેર પવનો પણ ફુંકાતા ગુજરાતીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે ગુજરાતીઓ આ કાળઝાળ ગરમીમાંથી બચવા હવે વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં પાંચ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે અને વરસાદની કોઇ શક્યતા નથી. તો બીજી તરફ હવામાન નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં આજે કેટલાકા વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઇ શકે છે.
આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિકે આગાહીમાં જણાવ્યુ છે કે, ગુજરાતમાં 6 દિવસ વાતાવરણ સૂકું રહેશે. જોકે, આ 6 દિવસ મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર નહીં થાય. પરંતુ તાપમાન ડિક્રિસિંગ ટેન્ડન્સીમાં રહેશે જેના કારણે સાત દિવસમાં બેથી ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે એમ પણ જણાવ્યુ છે કે,આખા ગુજરાતમાં સ્ટ્રોન્ગ વિન્ડ ફુંકાશે. રાજ્યમાં 25થી 30 કિમીની પ્રતિકલાક ઝડપે પવન ફંકાશે.


