- નવા સત્રના આરંભ પહેલા વાલીઓને રાહત
- જૂન-જુલાઈમાં માત્ર નોટબુકનો 4થી 5 કરોડનો વેપાર
- ત્રણ વર્ષ દરમિયાન ભાવ 25થી 30 ટકાનો વધ્યો હતો
ચારેકોર મોંઘવારી વચ્ચે આજે સુરતમાં વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં વાલીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. પેપરનો ભાવ ઓછો થતા નોટ બુકના ભાવ ઘટ્યા નોટ બુકના ભાવમાં 15 ટકાનો ઘટાડો થયો છે. ત્રણ વર્ષ દરમિયાન 25થી 30 ટકા ભાવ વધ્યો હતો. નવા સત્રના આરંભ પહેલા વાલીઓને રાહત મળી છે.
પેપરના ભાવ ઘટયા હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો થયો છે.
નાની નોટબુક, ફૂલસ્કેપ (એ-૪) સાઇઝની નોટ બુક વિદ્યાર્થીઓ ઉપયોગ કરે છે. પેપરના ભાવ ઘટયા હોવાથી આ વર્ષે નોટબુકના ભાવમાં ઘટાડો થયો છે. સુરત શહેરના 500 જેટલા સ્ટેશનરી સંચાલકો રજિસ્ટૂર છે. બીજી એક હજારથી વધુ સ્ટેશનરી શોપ પણ છે. જૂન-જુલાઈમાં જ ફક્ત નોટબુકનો ચારથી પાંચ કરોડનો વેપાર થાય છે. બીજી સ્ટેશનરી સામગ્રી મળી કુલ વેપાર સાતથી આઠ કરોડની આસપાસનો થાય છે. ટેક્સ્ટબુકનો વેપાર ત્રણથી ચાર કરોડ જેટલો હોય છે.
મોંઘવારીથી ત્રસ્ત વાલીઓ માટે થોડા રાહતના સમાચાર
ત્યારે મોંઘવારીથી ત્રસ્ત વાલીઓ માટે થોડા રાહતના સમાચાર છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓ નોટબુકનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ રાહતના સમાચારથી વાલીઓ થોડા ખુશ થયા છે. નવા સત્રના આરંભ પહેલા જ્યાં સ્કુલ યુનિફોર્મ, ટ્રાન્સપોર્ટેશન, ટ્યુશન ફી આ તમામને લઇને વાલીઓ વિચારતા રહેતા હોય છે કે આ વખતે આ ફી ભરવાની રહેશે આ વખતે આ ખર્ચો રહેશે ત્યારે નોટબુકના ભાવમાં ઘટાડો થતા વાલીઓને રાહત મળી છે.


