- ગોપીનાથ ગેમઝોન અને પ્લે બોક્સ ગેમઝોન સીલ કરાયું
- પોલીસે ખુદ ફરિયાદી બની બંને ગેમઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધી
- સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં ગેમઝોન પર તપાઈ કરાઈ હતી.
રાજકોટના ટીઆરબી ગેમઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોના જીવ હોમાયા હતા. જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો. હચમચાવી મુકતા આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં ગેમઝોન પર તપાઈ કરાઈ હતી. જેમાં સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલ પ્લે બોકસ ગેમઝોન અને 80 ફુટના રોડ પર આવેલ ગોપીનાથ ગેમઝોનમાં નગરપાલિકા, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, વીજ કંપની પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી. અને બન્ને ગેમઝોન સીલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ બન્ને ગેમઝોન કોઈ એનઓસી કે પરવાનગી વગર ચાલતુ હોવાનું સામે આવ્યુ હતુ. બી ડીવીઝન પોલીસ મથકના શકિતસીંહ વાઘેલાએ પ્લેબોકસ ગેમઝોનના સંચાલક માલિક આકાશ પ્રકાશભાઈ લાખાણી અને મેનેજર નીલેશ સામે તથા ગોપીનાથ ગેમઝોનના સંચાલક હીતેશ ગણપતભાઈ ખેર સામે આઈપીસીની કલમ 336 મુજબ ફરિયાદ નોંધી છે. વધુ તપાસ PSI એસ.એમ.શેખ ચલાવી રહ્યા છે.


