- પરવાના વગર શાકભાજીની દુકાનમાં ફટાકડાનો વેપાર કરતો
- SOG પોલીસે શાકભાજીના વેપારીની દુકાને દરોડા પાડયા
- 1.28 લાખના ફટાકડા સાથે શાકભાજીના વેપારીની ધરપકડ કરી
દિવાળીને લઈને હજુ ઘણો સમય બાકી છે તેમ છતાં ઘણીવાર ફટાકડાનો ગેરકાયદેસર વેપાર કરતાં અનેક લેભાગુઓ પોલીસના હાથે ઝડપાઇ આવતા હોય છે. ત્યારે, નવસારીથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ ગેરકાયદેસર ફટાકડાનો વેપાર કરતો હતો.
મળતી માહિતી મુજબ, નવસારીમાં ફળ અને શાકભાજીની આડમાં ફટાકડાનો વેપાર કરતો ઈસમ ઝડપાયો છે. આ શખ્સ જોખમી રીતે પરવાના વગર શાકભાજીની દુકાનમાં ફટાકડાનો વેપાર કરતો હતો. તો પોલીસ દરોડા પાડીને તેના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.

જાણવા મળી રહ્યું છે કે, ગેરકાયદેસર સ્ફોટક પદાર્થનો જથ્થો સંગ્રહ કરનાર ઈસમને SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ફાયર સેફ્ટીના સાધનો ન રાખીને સ્ફોટક પદાર્થનો સંગ્રહ કરનાર ઈસમ ઉપર પોલીસે કાર્યવાહી કરી છે. SOG પોલીસે 1.28 લાખના ફટાકડા સાથે શાકભાજીના વેપારીની ધરપકડ કરી છે.


