- એલન મસ્કની સ્ટારલિંકે અમેઝોનના અંતરિયાળ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા પહોંચાડી દીધી
- સ્થાનિક આદિવાસી યુવાનોમાં પોર્ન જોવાની આદત પડી અને આળસુ બની ગયા
- શિકાર કરવાની કે અન્ય પ્રવૃત્તિઓ છોડી યુવકો આખો દિવસ મોબાઈલ જોવામાં વ્યસ્ત બન્યા
વિશ્વના દરેક ખૂણે-ખૂણે ઈન્ટરનેટ સેવા પહોંચી ગઈ છે. અમેઝોનના જંગલમાં હજારો વર્ષથી રહેતા આદિવાસીઓને સમાજ સાથે જોડવા એલન મસ્કની કંપની સ્ટારલિંકે અંતરિયાળ જંગલો સુધી ઈન્ટરનેટ પહોંચાડયું. બે હજારની વસ્તી ધરાવતા મારુબોસ જનજાતિ આના માધ્યમથી પ્રથમવાર વિશ્વમાં જોડાઈ હતી. ગત વર્ષે સપ્ટેમ્બરમાં બ્રાઝિલમાં ઈન્ટરનેટ સેવાઓનો પ્રારંભ થવાની સાથે અમેઝોન જંગલમાં ઈન્ટરનેટ સેવા પહોંચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, અમેઝોનના જંગલમાં રહેતા એક સ્થાનિકે જણાવ્યું કે, જ્યારે ઈન્ટરનેટ આવ્યું તો સૌ કોઈ ખુશ હતું. ઈન્ટરનેટથી ઘણા લાભ છે આનાથી આપણી જિંદગી સરળ થઈ છે પરંતુ હવે આના લીધે સ્થિતિ કથળી ગઈ છે. ઈન્ટરનેટને લીધે યુવાનો આળસું બની ગયા છે. આ યુવકો અંગ્રેજો જેવી રીતભાત શીખી રહ્યા છે.
હવે આદિવાસીઓને એક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેટના દુરુપયોગથી તેઓની સંસ્કૃતિ પર ખતરો વધી રહ્યો છે. યુવાનો હવે મોબાઈલ ફોનથી બહાર નથી નીકળતા. યુવાનોને મોબાઈલ પોર્ન અને મિત્રો સાથે ચેટ કરવા લાગ્યા છે. ગામના એક સ્થાનિકે ઈન્ટરનેટની ભારે ટીકા કરી છે. તેમને જણાવ્યું કે પોર્નોગ્રાફીથી સૌથી વધુ મુશ્કેલી થઈ રહી છે. યુવાધન આનાથી ઘણું રોળાઈ રહ્યું છે. લોકો પર આનો ખોટો પ્રભાવ પડી રહ્યા છે.
આદિવાસીઓને ઘણાં ફાયદા થઈ રહ્યા છે
ઈન્ટરનેટના ઉપયોગ માટે આ એન્ટેના અમેરિકી કારોબારી એલિસન રેનેઉ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. ઈન્ટરનેટના આગમનને અંતરિયાળની જનજાતિ માટે ઘણું સારું મનાઈ રહ્યું હતું. સારવાર સહિત ઘણી કટોકટી વેળાની સ્થિતિમાં તેઓના સુધી જલ્દી મદદ પહોંચાડવા આ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જનજાતિના એક સભ્યએ કહ્યું કે ઝેરીલા સાપના દંશથી હેલિકોપ્ટરથી તાત્કાલિક બચાવની જરૂર હોય છે. ઈન્ટરનેટ પહેલા રેડિયો ઉપયોગ કરતા હતા. જે અધિકારીઓ સુધી પહોંચાડવા સુધી પહોંચાડવા માટે ઘણા ગામડાઓ સુધી એક સંદેશ પ્રસારિત કરતાં હતા. ઈન્ટરનેટના લીધે આ બધું સરળ થયું હતું.


