- જમ્મુ-કાશ્મીરમાં શ્રદ્વાળુઓથી ભરેલી બસ પર આતંકી હુમલામાં 10નાં મોત, 33 ઘાયલ થયા
- આતંકી હુમલાને લઈ કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું નિવેદન સામે આવ્યું
- આતંકવાદીઓને કોઈ હિસાબે છોડવામાં નહિ આવે: અમિત શાહ
રવિવારે સાંજે દેશના રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર અને તેઓના મંત્રી મંડળનો શપથ સમારોહ ચાલી રહ્યો હતો આ દરમિયાન દેશના ઉત્તર ભાગ એવા જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટના સામે આવી છે. જેમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ વૈષ્ણોદેવી દર્શને જઈ રહી હતી તે સમયે આતંકીઓએ ડ્રાયવર પર હુમલો કર્યો હતો જેથી બસ ખીણમાં જઈ ખાબકી.
જેથી આ દુર્ઘટનામાં 10 શ્રદ્ધાળુઓનાં ઘટનાસ્થળે મોત થયા હતા જ્યારે 33 ઈજાગ્રસ્ત થયાનું સામે આવ્યું છે. જો કે આ આતંકી હુમલા બાદ ઘટનાસ્થળેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલા અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
વૈષ્ણોદેવી દર્શને જતી બસ પર આતંકવાદી હુમલાને લઈ કેન્દ્રીય પ્રધાન અમિત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેમને જણાવ્યું કે, આતંકવાદીઓને કોઈપણ હિસાબે છોડવામાં નહિ આવે. સોશિયલ મીડિયા એક્સ પર અમિત શાહે આતંકી હુમલા અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમને આગળ જણાવ્યું કે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. જવાબદારને કાયદાનો માર સહન કરવાનો વારો આવશે.


