- રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે
- દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે
- નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી
ચોમાસાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે. દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમાં આજે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ તથા દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારીમાં વરસાદની આગાહી છે.
જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી
વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 24 કલાકમાં ચોમાસું દસ્તક દેશે. તેમાં દક્ષિણ ગુજરાતથી ગાજવીજ સાથે ચોમાસાની શરૂઆત થશે. તેમજ આજે સાબરકાંઠા ,અરવલ્લી, પંચમહાલ, દાહોદ , મહીસાગર , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા ,ભરૂચ , સુરત ,ડાંગ , નવસારી , વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.
વરસાદ સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા છે
અમદાવાદ અને ગાંધીનગરમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. જેમાં સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદની આગાહી કરાઇ છે. વરસાદને લઇ હવામાન વિભાગની આગાહી મુજબ, અમદાવાદ, ગાંધીનગર, મેહસાણા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વલસાડ, નવસારી, તાપી સહિત મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ખાસ કરીને આણંદ, સાબરકાંઠા, ખેડા, બોટાદ, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ સાથે ભારે પવન ફૂકાવાની શક્યતા છે.


